<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

છેલ્લાં ૧૭ વર્ષમાં યુપીમાં એક જ પરિવારમાં ૧૦ લોકોનો આપઘાત

પરિવારના વધુ એક ૧૮ વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્‍યું

 

 

ઉત્તરપ્રદેશઃ મેનપુરીમાં એક પરિવારમાં છેલ્લા ૧૭ વર્ષમાં ૧૦ લોકોએ આત્‍મહત્‍યા કરીને જીવન ટૂંકાવ્‍યું છે. પરિવારના ૧૮ વર્ષીય યુવક જિતેન્‍દ્રે આપઘાત કરી લેતા આ અંગેની ચર્ચા વધી છે. એક જ પરિવારમાં આપઘાતની ઘટનાઓને લીધે ગામ લોકો પણ ભયભીત થઈ ગયા છે. મળતકના દાદા હીરાલાલે જણાવ્‍યું કે મારો પૌત્ર જિતેન્‍દ્ર સવારે ૧૦ કલાકે ઘરથી ભોજન લઇને ખેતર તરફ નીકળ્‍યો હતો. જિતેન્‍દ્રે કહ્યું હતું કે જાંબુ ખાવા જઈ રહ્યો છું, થોડા સમયમાં પરત આવી જઈશ. તડકો વધુ છે એટલે બહેનનો દુપટ્ટો લઈ જઈ રહ્યો છું. જોકે, બપોરે બે કલાકે સૂચના મળી કે નજીકના દહેડ ગામના સીમાડાની પાસેના એક ખેતરમાં વળક્ષ પર દુપટ્ટાથી લટકી રહ્યો છે.

આ ઘટનાના સમાચાર મળતાં રડતા-રડતા જ યુવકની માતા ચીસો પાડીને કહી રહી હતી કે ભગવાને મારા પુત્રને કેમ ઉપાડી લીધો. થોડા દિવસ પહેલા જ પુત્રી જતી રહી, મારો દિયર પણ જતો રહ્યો અને હજુ કેટલા લોકોને ભગવાન મારશે. એમ કહેતા-કહેતા યુવકની માતા બેભાન થઈ ગઈ હતી.

પોલીસના કહેવા મુજબ, જમીનથી લગભગ સાત ફૂટ ઉપર ડેડબોડી લટકી રહી હતી.

જિતેન્‍દ્રના મોતના ૨૧ દિવસ પહેલા તેના કાકા બલવંતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જિતેન્‍દ્રની બહેન સૌમ્‍યાએ ચાર મહિના પહેલા ઘરમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્‍યું હતું. પાંચ વર્ષમાં તેના કાકા મનીષે અને આઠ વર્ષ પહેલા તેના બીજા કાકા પિન્‍ટુએ આગમાં સળગીને આત્‍મહત્‍યા કરી હતી. દસ વર્ષ પહેલા જિતેન્‍દ્રના કાકા સંજુએ ઝેર ખાઈને જીવન પર પૂર્ણવિરામ મૂકયું હતું. આ પહેલા પરિવારમાં સૂરજપાલ, મહિપાલ અને રામસિંહ પણ આપઘાત કરી ચુકયા છે. ગામ લોકોનું કહેવું છે કે ખબર નહીં આ પરિવારમાં કેમ આવી ઘટના બની રહી છે. છેલ્લા ૧૭ વર્ષમાં પરિવારના ૧૦ લોકોએ આત્‍મહત્‍યા કરી છે. (૩૮.૮)

(9:41 AM IST)