તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 7th July 2025
પત્નીએ નશામાં ધૂત થઈ ઘરે આવેલા પતિના માથામાં વેલણ ઝીંકયું: થયું મોત
ગુનાની કબૂલાત પછી શ્રુતિની ધરપકડ કરવામાં આવીઃ પતિ સાથે ઝગડો થયા બાદ આ મહિલાએ તેના પતિ પર વેલણથી લઈને હુમલો કર્યો

બેંગ્લોર તા.૭: બેંગ્લોરમાંથી ઘરે દારૂ પીને આવેલા પતિ સાથે ઝગડો થયા બાદ આ મહિલાએ તેના પતિ પર વેલણ લઈને હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ૩૨ વર્ષની તેના પતિનું મોત થઈ ગયું હતું. આરોપી શ્રુતિએ શનિવારે કબૂલાત કરી હતી કે તેણે જ તેના પતિને વેલણ માર્યુ હતું. ૪૨ વર્ષીય ભાસ્કરે શ્રુતિ સાથે ૧૨ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. આ દંપતિને બે બાળકો પણ છે.
સૌ પહેલાં તો આરોપી પત્ની શ્રુતિએ પોતાના ગુનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એવું કહ્યું હતું કે તે પોતે સૂઈ રહી હતી ત્યારે જ તેના પતિનું મળત્યુ થઈ ગયું છે. પોલીસે તેના નિવેદનના આધારે શરૂઆતમાં તો અકુદરતી મળત્યુનો રિપોર્ટ એટલેકે યુડીઆર નોંધ્યો હતો અને ભાસ્કરના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમમાં બ્લન્ટ ફોર્સ ટ્રોમા સાથે સુસંગત ઇજાઓ હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે જ્યારે શ્રુતિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો.
અહેવાલો મળી રહ્યા છે કે મળતક ભાસ્કર છેલ્લા બે મહિનાથી તેની પત્ની અને બે પુત્રીઓથી અળગો અળગો રહેતો હતો. ભાસ્કર કથિત રીતે એક નોકર સાથે રહેતો હતો અને એવું કહેવાતું હતું કે તેનું આ નોકર જોડે લફરુ છે. જ્યારે આ ઘટના બની તે રાત્રે ભાસ્કર તેની એસયુવી લેવા માટે નશામાં ધૂત થઈને મોડી રાતે ઘરે આવ્યો હતો. ત્યારે શ્રુતિ અને તેની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તે પોતે એટલો નશા ચકચૂર હતો કે જો એ વાહન હંકારે તો એક્સિડન્ટ થવાના ચાન્સ હતા એટલે શ્રુતિ તેને રોકવાનો પ્રયાસ કરવા લાગી હતી.
પોલીસને શ્રુતિએ જણાવ્યું હતું કે ભાસ્કર તેનું શારીરિક શોષણ કરતો હતો. તેણે તેને અને દીકરીઓને ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. સ્વબચાવ માટે જ તેણે એક વેલણ ઉપાડ્યું હતું. જેનાથી હુમલો કરતાં તે વેલણ ભાસ્કરના માથામાં વાગ્યું હતું. ભારે ઇજાને કારણે તેનું મોત થયું હતું. પછી તેણે ભાસ્કરની લાશને એવી રીતે સુવડાવી દીધી કે કોઈને શક ન પડે.
ભાડાની આવકથી પરિવારમાં મહિને ૧.૫ લાખ રૂપિયા આવતા હતા. પણ, ભાસ્કર ઘર ચલાવવા માટે માત્ર ૫,૦૦૦ રૂપિયા જ આપતો હતો. શ્રુતિએ એ પણ ખુલાસો કર્યો કે તે બાકીના પૈસા દારૂ અને તેના લગ્નેત્તર સંબંધ પર ખર્ચ કરવામાં વાપરતો હતો. (૩૮.૬)
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
