News of Monday, 7th July 2025
બોલિવૂડની આયકોનીક ફિલ્મોનું જન્મસ્થાન ફિલ્મીસ્તાન સ્ટુડિયો ૧૮૩ કરોડમાં વેચાયો
એનએસઆઇ અને બીએસઆઇ માં લિસ્ટેડ આર્કેડ ડેવલપર્સ લિમિટેડે ગોરેગાંવમાં સ્વામી વિવેકાનંદ રોડ પર ૪ એકરમાં ફેલાયેલા સ્ટુડિયો હસ્તગત કર્યો

મુંબઇ તા.૭: હિન્દી મનોરંજન ઉદ્યોગ એટલે બૉલિવૂડના સીમાચિホોમાંનો એક પ્રતિષ્ઠિત ફિલ્મીસ્તાન સ્ટુડિયો, ૧૮૩ કરોડ રૂપિયામાં વેચાઈ ગયો છે. અહીં હવે આવનારા વર્ષોમાં અતિ-લક્ઝરી રહેણાંક ટાવર બનશે. જોકે, ફિલ્મ ઉદ્યોગના કામદારો અને કલાકારોની સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશનએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારને અપીલ કરી હતી કે તેઓ તોડી પાડવાનું બંધ કરે અને સિનેમા ઉદ્યોગના વારસાનું રક્ષણ કરે.
ફિલ્મીસ્તાન સ્ટુડિયો ફક્ત જમીનનો ટુકડો નથી, તે આપણા સુવર્ણ ભૂતકાળનું -તીક છે અને ફિલ્મ ઉદ્યોગમાં ભાવિ પેઢીઓ માટે આશાનું કિરણ છે. જો આ સ્ટુડિયો નાશ પામે છે, તો આપણે ફક્ત એક ઇમારત ગુમાવી રહ્યા નથી, આપણે આપણી ઓળખ, ઇતિહાસ અને ભવિષ્ય ગુમાવી રહ્યા છીએ, (એસો.ના) પ્રમુખ સુરેશ ગુપ્તાએ જણાવ્યું હતું
હિમાંશુ રાયના મળત્યુ પછી બૉમ્બે ટોકીઝ છોડી દીધા બાદ ૧૯૪૩માં શશધર મુખર્જી, રાય બહાદુર ચુનીલાલ, અશોક કુમાર અને જ્ઞાન મુખર્જીએ ફિલ્મીસ્તાનની સ્થાપના કરી હતી. ફિલ્મીસ્તાનમાં ઘણી હિટ બૉલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું છે જેમ કે - શહીદ (૧૯૪૮), શબનમ (૧૯૪૯), સરગમ (૧૯૫૦), અનારકલી (૧૯૫૩), નાગિન (૧૯૫૪), જાગળતિ (૧૯૫૪), મુનીમજી (૧૯૫૫), તુમસા નહીં દેખા (૧૯૫૭), પેઇંગ ગેસ્ટ (૧૯૫૭), લવ ઇન શિમલા (૧૯૬૦) અને એક મુસાફિર એક હસીના (૧૯૬૨).
ડેવલપર આ પ્રતિષ્ઠિત સ્ટુડિયોને તોડી પાડીને લક્ઝરી ફ્લૅટ બનાવવાની અને ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરવાની યોજના ધરાવે છે, જ્યારે સેંકડોકામદારો - ટકનિશિયન, જુનિયર કલાકારો અને દૈનિક વેતન મેળવનારા - તેમની નોકરીઓ, ઘરો અને ગૌરવ ગુમાવશે, એસો એ જણાવ્યું. AICWA એ મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ હસ્તક્ષેપ કરે અને સ્ટુડિયો પાછો લે, આજીવિકા બચાવે અને સિનેમેટિક વારસો જાળવી રાખે અને તેને નિર્માતાઓ અને ચૅનલો માટે કાયમી શૂટિંગ સ્થાનમાં રૂપાંતરિત કરે.(૩૮.૫)
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
