News of Monday, 7th July 2025
મોબાઇલ રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે
ટેલિકોમ કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં તેમના પ્લાન ૧૦ થી ૧૨ ટકા મોંઘા કરી શકે છે

નવી દિલ્હી,તા.૦૭: મોબાઇલ વપરાશકર્તાઓને મોટો ઝટકો લાગી શકે છે. ઈટીના રિપોર્ટ મુજબ, કંપનીઓ આ વર્ષના અંત સુધીમાં તેમના પ્લાન ૧૦ થી ૧૨ ટકા મોંઘા કરી શકે છે. ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું કે મે મહિનામાં સક્રિય વપરાશકર્તાઓમાં વધારો અને સતત પાંચ મહિના સુધી ચોખ્ખા વપરાશકર્તાઓની વળદ્ધિએ ટેલિકોમ કંપનીઓની ભૂખમાં વધારો કર્યો છે. યુઝર બેઝમાં વધારો જોઈને, કંપનીઓ ફરી એકવાર ટેરિફ વધારી શકે છે. જોકે, જુલાઈ ૨૦૨૪ માં બેઝ પ્લાન કિંમતોમાં ૧૧ થી ૨૩ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ટેરિફ વધારા અંગેનો કોઈપણ વધુ નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.
વિશ્લેષકો કહે છે કે આગામી રાઉન્ડમાં ટાયર્ડ પ્રાઇસિંગની રજૂઆત પણ થઈ શકે છે, જેમાં જો તમે વધુ ડેટા પેક ખરીદો છો તો ઓફર કરવામાં આવતા ડેટામાં ભારે ઘટાડો થઈ શકે છે.
મે મહિનામાં ૨૯ મહિનાનો રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો, જેમાં સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા ૭૪ લાખથી વધીને લગભગ ૧૦૮ કરોડની થઈ ગઈ. આ સતત પાંચમા મહિને ચોખ્ખા વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો હતો. માર્કેટ લીડર રિલાયન્સ જિયો ઇન્ફોકોમે મે મહિનામાં ૫૫ લાખ સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા, જેનાથી તેમના સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા ૧૫૦ બીપીએસ વધીને ૫૩% થઈ ગઈ. ભારતી એરટેલે ૧૩ લાખ સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા અને મહિનાના અંતે ૩૬% સક્રિય વપરાશકર્તાઓનો હિસ્સો મેળવ્યો.
બ્રોકરેજ જેફરીઝના મતે, જિયો જેવા ટોચના ઓપરેટરો દ્વારા મજબૂત સબસ્ક્રાઇબર વળદ્ધિ ભવિષ્યના ટેરિફ વધારા માટે જરૂરી વાતાવરણ બનાવે છે. વોડાફોન આઈડિયાના સતત ગ્રાહકોના ઘટાડાને કારણે એરટેલ અને જિયો માટે બજારહિસ્સામાં વધારો થઈ શકે છે, જેનાથી બંને ટેલિકોમ કંપનીઓ માટે ટેરિફ એડજસ્ટમેન્ટ દ્વારા મુદ્રીકરણ વધારવાનું સરળ બનશે.
અન્ય એક ટેલિકોમ ઉદ્યોગ વિશ્લેષકે જણાવ્યું હતું કે શકય છે કે ટેરિફમાં ૧૦ થી ૧૨%નો વધારો થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં પણ તમામ વપરાશકર્તા સેગમેન્ટમાં એકસરખો વધારો થવાની શકયતા ઓછી છે.(૪૦.૧૬)
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
