તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 7th July 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૮૧

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધી- ૮૧:‘‘ભાવ કરો કે અગ્નિ તમારા પગના અંગુઠાથી સારૂં થઇ ને આખા શરીરમાં ઉપર ઉઠી રહ્યો છે અને થોડું શરીર બળીને રાખ થઇ જાય છે, પરંતુ તમે નહી.''
આ વિધી પ્રયોગ કરવામાં બહુ સરળ છે અને અદભૂત છે. પરંતુ પહેલા થોડી બુનીયાદી જરૂરીયાતો પુરી કરવી પડશે. બસ આડા પડો. પહેલા ભાવ કરો કે તમે મરી ગયા છો અને શરીર એકદમ મડદું માત્ર છે. સુતેલા રહો અને પોતાના ધ્યાનને પગના અંગુઠા ઉપર લઇ જાઓ. આંખો બંધ કરીને ભીતર ગતિ કરો. ધ્યાનને અંગુઠા ઉપર લઇ જઇને ભાવ કરો કે ત્યાંથી આગ ઉપર વધી રહી છે અને બધું જ બળી રહ્યું છે. જેમ જેમ આગ વધતી જાય છે તેમ તેમ તમારું શરીર ખોવવા લાગે છે. અંગુઠાઓથી શૂર કરો અને ઉપર વધો. અંગુંઠાથી કેમ શરૂ કરવાનું? આ સહેલું હશે કારણ કે તમારા હું થી, તમારા અહંકારથી ઘણા દુર છો તમારો અહંકાર મસ્તકમાં કેન્દ્રિત છે. ત્યાંથી શરૂ કરવું કઠણ હશે. તો દુરના બિન્દુથી શરૂ કરો. ભાવ કરો કે અંગુઠા બળી ગયા છે અને ફકત રાખ બાકી રહી છે અને પછી ધીરે ધીરે ઉપર વધો અને જે કાંઇ આગના રસ્તમાં આવે એને બાળતા જાઓ. બધા અંગ-પગ, જાંધ-ખોવાઇ જશે અને જોતા રહો કે અંગે અંગ રાખ થઇ રહ્યા છે. જયાંથી આગ પસાર થાય છે ત્યાં હવે રાખ જ છે. ઉપર વધતા જાઓ અને છેવટે માથું પણ ખોવાઇ જશે. દરેક અંગ રાખ બની ગયું ધૂળમાં ધૂળ મળી ગઇ. તમે શિખર ઉપર ઉભા રહેલા દૃષ્ટા રહી જશો, સાક્ષી રહી જશો. શરીર ત્યાં પડયું હશે. મરેલું, બળેલું રાખ અને તમે દૃષ્ટા, સાક્ષી હશો. આ સાક્ષીનો કોઇ અંહકાર નથી. (૩.૩)
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
