News of Monday, 7th July 2025
રેશનકાર્ડમાં નામ લખવામાં ભગોઃ દત્તાને બદલે છપાયું કુત્તા

બાંકુડાઃ તા.૭,ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ટીવી ઇન્ડિયા અલાઇવ પર એક વિડિયો પોસ્ટ થયો છે જેમાં એક માણસ રોડ પર કૂતરાની જેમ ભસી રહ્યો છે. તે બીજા કોઈની સામે નહીં, એક સરકારી અધિકારીની સામે ભસી રહ્યો છે. પヘમિ બંગાળના બાંકુડા ગામનો આ વિડિયો છે. વાત એમ હતી કે શ્રીકાંતકુમાર દત્તા નામના એક માણસના રેશનકાર્ડમાં સરકારી અધિકારીએ ભૂલથી ખોટું નામ લખી નાખેલું. પહેલાં તો શ્રીકાંતકુમારે ભૂલ વિશે સરકારી કર્મચારીઓનું શાંતિથી ધ્યાન દોરેલું, પણ કદાચ તેની વાત કોઈએ માની નહીં. ભૂલ પણ કંઈ જેવીતેવી નહોતી. શ્રીકાંતકુમારની અટકમાં દત્તા હતું, પણ છપાયું હતું કુત્તા. આ ભૂલ કાર્ડમાં સુધારવા માટે સીધી આંગળીએ ઘી ન નીકળ્યું તો તેણે નાછૂટકે રેશનકાર્ડ ઓફિસની બહાર ઊભા રહીને જેવા પેલા સરકારી અધિકારી આવ્યા કે તેમની સામે કૂતરાની જેમ ભોંકવાનું શરૂ કરી દીધું. અધિકારી કારમાં બેસવા જાય છે ત્યારે જ તેમની સામે જોરજોરથી ભસીને તે હાથમાં રહેલું કાગળ બતાવવા લાગ્યો. અધિકારીએ શ્રીકાંતકુમારના હાથમાંથી કાગળ લીધો અને જોયું એટલે તરત જ તેમને સમજાઈ ગયું. આખરે અધિકારીએ તેમની ઓફિસમાં શ્રીકાંતની અટક સુધારવાનો આદેશ આપી દીધો
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
