તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Wednesday, 9th July 2025
બેંક-પોસ્ટલ-વીમા-ખનન-પોર્ટ ક્ષેત્રે કામકાજ ખોરવાયું
‘ભારત બંધ'નાં એલાનને મિશ્ર પ્રતિસાદઃ હરિયાણા-પ-બંગાળ-બિહારમાં વ્યાપક અસર : દેશભરના ૨૫ કરોડ કામદારો હટતાલ ઉપરઃ સરકારની નીતિઓનો વિરોધઃ ઠેરઠેર દેખાવો-ચાર્ચ-પ્રદર્શન-નારેબાજી

નવી દિલ્હી/પટણા, તા.૯: કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આજે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે, જ્યારે ઓલ ઈન્ડિયા એલાયન્સે બિહારમાં ચક્કા જામનું એલાન કર્યું છે. ૨૫ કરોડ કામદારોને સામેલ કરીને ભારત બંધનું એલાન ટ્રેડ યુનિયનોએ પોતાના હાથમાં લીધું છે. ટ્રેડ યુનિયનોના જણાવ્યા અનુસાર, દેશભરમાં બેંકો, વીમા કચેરીઓ અને કોલસાની ખાણો બંધ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, જ્યારે બિહારમાં વિપક્ષી પાર્ટીઓએ મતદાર યાદી સુધારણા કવાયત સામે ચક્કા જામનું આહ્વાન કર્યું છે. બિહાર અને દેશના વિવિધ ભાગોમાં વિપક્ષી પક્ષો દ્વારા બંધનું એલાન, રસ્તાઓ પર ટાયરો સળગાવવા અને ટ્રેનો રોકવાના અહેવાલો છે. બિહારના રસ્તાઓ પર સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શકયતા છે. કર્મચારીઓ-કામદારોએ ઠેરઠેર દેખાવો-નારેબાજી-પ્રદર્શન કરી સરકારની આર્થિક-કામદાર વિરોધી નીતિઓનો વિરોધ કર્યો છે.
હરિયાણામાં, કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને કર્મચારી યુનિયનોના આહ્વાનને પગલે બુધવારે કર્મચારી અને મજૂર સંગઠનોએ હડતાળ પાડી હતી. રાજ્યના ૪૦ થી વધુ વિભાગોના કર્મચારીઓ ઉપરાંત, ૫૫ બોર્ડ અને કોર્પોરેશનોના મોટાભાગના કર્મચારીઓ અને સંસ્થાઓના પદાધિકારીઓ હડતાળમાં સામેલ છે. જોકે, હડતાળની અસર મિશ્ર રહી.
પヘમિ બંગાળમાં -દર્શનકારીઓ દ્વારા લગાવવામાં આવેલી આગ ઓલવવાનો પ્રયાસ કરતી કોલકાતા પોલીસ. ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં ડાબેરી પક્ષોના યુનિયનો ભાગ બન્યા હતા, અને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર કામદારોના અધિકારોને નબળી પાડતા આર્થિક સુધારાઓને આગળ ધપાવી રહી છે.
કોલકાતામાં, ડાબેરી પક્ષોના યુનિયનોએ જાધવપુરમાં પગપાળા કૂચ કાઢીને ભારત બંધમાં ભાગ લીધો હતો. આ બંધનું એલાન ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપ્યું હતું, જેનો આરોપ છે કે કેન્દ્ર સરકાર કામદારોના અધિકારોને નબળા પાડતા આર્થિક સુધારાઓને આગળ ધપાવી રહી છે.
તમિલનાડુમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ છતાં ચેન્નાઈમાં બસ સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. ટ્રેડ યુનિયનોએ કેન્દ્ર સરકાર પર કોર્પોરેટ તરફી નીતિઓ લાગુ કરવાનો આરોપ લગાવ્યો છે. ચેન્નાઈ કોયમ્બેડુ બસ સ્ટેન્ડ પરથી સામાન્ય ચિત્રો બહાર આવ્યા, જ્યાં બસ સેવાઓ ચાલુ હતી.
પヘમિ બંગાળમાં ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમના સાથીઓના સંયુક્ત મંચ દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધની અસર સિલિગુડીમાં જોવા મળી. સરકારી બસોના સંચાલનને પણ અસર થઈ છે.
ચાર શ્રમ સંહિતા સહિતની તેમની મુખ્ય માંગણીઓ પર બુધવારે મજૂર સંગઠનો દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં લગભગ ૨૫ કરોડ કર્મચારીઓ સામેલ થશે, જેના કારણે બેંકો, પોસ્ટ, વીમા, પરિવહન, ઉદ્યોગ, કોલસા ખાણકામ અને બાંધકામ જેવા મુખ્ય ક્ષેત્રોમાં કામ પ્રભાવિત થઈ શકે છે. બીજી તરફ, સરકારે કહ્યું છે કે અમારા દરવાજા હંમેશા વાતચીત માટે ખુલ્લા છે. કર્મચારી સંગઠનો દ્વારા જે મુદ્દાઓ અને કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે રાજ્ય સરકારો દ્વારા પહેલાથી જ લાગુ કરવામાં આવ્યા છે.
કર્મચારી યુનિયનોએ ૧૭ મુદ્દાની માંગણીઓ પર હડતાળનું એલાન કર્યું છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, NMDC લિમિટેડ, ખનિજ અને સ્ટીલ કંપનીઓના કર્મચારી સંગઠનો, બેંકો અને વીમા કંપનીઓ સાથે સંકળાયેલા યુનિયનો, રાજ્ય સરકારી વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાઈ રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને કળષિ મજૂર સંગઠનોએ પણ હડતાળને ટેકો આપ્યો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
