<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

GST કૌભાંડનો પર્દાફાશઃ ૧૦ રાજ્‍યોમાં ૧ અબજ રૂપિયાનું ટ્રાન્‍ઝેક્‍શન

નકલી પાન કાર્ડ, ફેક સરનામું

ભદોહી, તા.૯: એક મોટા GST કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કેસ ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો છે. જ્‍યાં ફેક ડોકયુમેન્‍ટ્‍સ બનાવીને GST રજિસ્‍ટ્રેશન મેળવવામાં આવ્‍યું હતું અને પછી મોટી છેતરપિંડી આચરવામાં આવી હતી. કંપનીએ GST ચૂકવ્‍યું નહીં. ચાલો જાણીએ આનો પર્દાફાશ કેવી રીતે થયો.

અધિકારીઓએ નકલી ડોકયુમેન્‍ટ્‍સ અને ૧૭ કરોડ રૂપિયાથી વધુની ટેક્‍સ ચોરી સાથે જોડાયેલા એક મોટા GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે જણાવ્‍યું કે, આરોપી જોગેન્‍દ્ર સિંહે કથિત રીતે ફેક ડોકયુમેન્‍ટ ઉપયોગ કરીને GST રજિસ્‍ટ્રેશન મેળવ્‍યું હતું અને ૧૦ રાજ્‍યોમાં લગભગ ૧ અબજ રૂપિયાની લેવડ-દેવડ કરી હતી.

આ અંગે માહિતી આપતા પોલીસ સુપરિન્‍ટેન્‍ડન્‍ટ અભિમન્‍યુ માંગલિકે જણાવ્‍યું કે, જોગેન્‍દ્ર સિંહે ૨૨ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ ઔરાઈ વિસ્‍તારના ખમરિયામાં ‘M/s Jogendra Enterprises' નામની એક ફર્મ (કંપની) રજિસ્‍ટર કરાવી હતી.

આ રજિસ્‍ટ્રેશનનો ઉપયોગ કરીને ફર્મે ૧૦ વેપારીઓને કુલ ૯૬.૫૩ કરોડ રૂપિયાના ચલણ (ઇનવોઇસ) જારી કર્યા હતા. જોકે, તે ૧૭.૫૭ કરોડ રૂપિયાનો GST ચૂકવવામાં નિષ્‍ફળ રહી. સહાયક વાણિજ્‍યિક કર આયુક્‍ત મનોજ કુમાર અગ્રવાલને સ્‍થળ પર તપાસ દરમિયાન કંપનીનું કોઈ ફિઝિકલ અસ્‍તિત્‍વ ન મળતાં તેઓએ FIR નોંધાવી હતી.

રજિસ્‍ટ્રેશન દરમિયાન જે સરનામું આપવામાં આવ્‍યું હતું, ત્‍યાં કોઈ કંપની જ નહોતી અને વીજળીનું બિલ પણ એક મહિલાના નામે મળી આવ્‍યું હતું. રજિસ્‍ટ્રેશન માટે ઉપયોગમાં લેવાયેલું પાન કાર્ડ પણ નકલી હોવાનું જાણવા મળ્‍યું છે. પોલીસ સુપરિન્‍ટેન્‍ડન્‍ટ અભિમન્‍યુ માંગલિકે જણાવ્‍યું કે, આ પર્દાફાશ બાદ ૨ જુલાઈના રોજ ફર્મનો GST નંબર અને રજિસ્‍ટ્રેશન રદ કરવામાં આવ્‍યું હતું. ભારતીય ન્‍યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ઔરાઈ પોલીસ સ્‍ટેશનમાં FIR નોંધવામાં આવી છે. 

(2:57 PM IST)