તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
બ્રિજ દુર્ઘટનાઃ સરકારે બનાવી સીટઃ૩૦ દિવસમાં રિપોર્ટ સોંપશે

વડોદરા તા.૧૦: મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો ૪૦ વર્ષ જુનો ગંભીરા પુલ તૂટી પડતા ઘણા વાહનો પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે. ત્યારે સરકાર દ્વારા ૬ લોકોની તપાસ કમિટી બનાવવામાં આવી છે જે ૩૦ દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરશે.
અહીં ઉલ્લેખનિય છે કે આ ઘટના બાદ વડાપ્રધાન મોદીએ તેમના વિદેશ ઁપ્રવાસની વચ્ચે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને મળતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર ખાત્રી અંગેની જાણકારી પણ મેળવી હતી.
પ્રધાનમંત્રીએ મળતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને ૨ લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.(૩૮.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
