હવે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ નહીં રાખનારાઓને નહીં લાગે કોઈ ચાર્જ
એસબીઆઈ સહિતની મોટી બેંકોએ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબુદ કર્યો

નવી દિલ્હી તા.૧૦: આપણામાંથી મોટાભાગના લોકોની સમસ્યા હોય છે કે બેંક એકાઉન્ટમાં પૈસા ના હોવાને કારણે બેંક તરફથી એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કાપી લેવામાં આવે છે. પરંતુ હવે સેવિંગ્સ એકાઉન્ટના કસ્ટમર્સને આની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એસબીઆઈ સહિત કેટલીક મોટી બેંકોએ હાલમાં જ મિનિમમ મંથલી બેલેન્સના રૂપમાં લગાવવામાં આવતા ચાર્જને સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવ્યો છે.
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બેંક ઓફ બરોડાનું. બીઓબી દ્વારા તમામ સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ બેલેન્સની શરત પૂરી નહીં કરવા પર લગાવવામાં આવતા ચાર્જને પહેલી જુલાઈ, ૨૦૨૫થી હટાવી દીધો છે. જોકે, પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ્સ પરથી આ ચાર્જ નથી હટાવવામાં આવ્યો.
ઈન્ડિયન બેંક દ્વારા પણ તમા પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ ઉપર મિનિમમ બેલેન્સ ચાર્જ ૭ જુલાઇથી ૨૦૨૫થી સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કેનેરા બેંક દ્વારા આ જ વર્ષના મે મહિનામાં જ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ સહિત તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટ્સ પર લગાવવામાં આવતા મિનિમમ બેલેન્સ ચાર્જને સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવ્યો છે. આ એકાઉન્ટમાં સેલેરી અને એનઆરઆઈ સેવિંગ્સ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે.
પંજાબ નેશનલ બેંક દ્વારા પણ પોતાના કસ્ટમર્સને રાહત આપતા તમામ પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ પર મિનિમમ એવપેજ બેલેન્સ ચાર્જને નાબુદ કરવાની જાહેરાત કરી છે.
૨૦૨૦થી જ એવરેજ મિનિમમ બેલેન્સ ચાર્જ કરી રહેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પણ આ પ્રકારના ચાર્જને નાબુદ કરી દીધા છે.(૩૮.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
