<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

હવે બ્રાઝિલ પર પર લાદ્યો અધધ ૫૦ ટકા ટૅરિફ

ટ્રમ્‍પ કયો બદલો લઇ રહ્યા છે?

વોશીંગ્‍ટન તા.૧૦: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા ટૅરિફ વૉર મામલે  આક્રમક રૂપ લઈ રહ્યા હોવ તેવું જણાઈ રહ્યું છે. સાત દેશો પર જબરદસ્‍ત ટૅરિફ લાદ્યા બાદ હવે બ્રાઝિલ ૧ ઓગષ્‍ટથી પર સીધો ૫૦ ટકા આયાત દર એટલે કે ટૅરિફ વધારવાની જાહેરાત કરી છે.

આ પહેલા અમેરિકા દ્વારા અલ્‍જેરિયા, ઇરાક, લિબિયા, શ્રીલંકા, બ્રુનેઈ, મોલ્‍ડોવા અને ફિલિપાઇન્‍સ પર ટૅરિફની જાહેરાત કરી હતી.

બ્રાઝિલ બ્રિક્‍સનું ફાઉન્‍ડર સભ્‍ય છે. ત્‍યારે ટ્રમ્‍પે બ્રાઝિલના પૂર્વ રાષ્‍ટ્રપતિ જેયર બોલસોનારોની વિરુદ્ધ ચાલી રહેલા મુકદ્દમાની સખત આલોચના કરી છે. અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનલ્‍ડ ટ્રમ્‍પે બ્રાઝિલથી આવતા ઉત્‍પાદનો પર સીધા ૫૦ ટકા ટૅરિફ થોપવાની જાહેરાત કર્યા બાદ  ટ્રમ્‍પે એમ પણ કહ્યું કે બ્રાઝિલમાં પૂર્વ રાષ્‍ટ્રપતિ જેયર બોલ્‍સોનારોના ચાલી રહેલા વ્‍યવહારને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

 બ્રાઝિલ ઓનલાઈન મૂકેલા દ્વેષપૂર્ણ ભાષણ, જાતિવાદ, બાળ દુર્વ્‍યવહાર અથવા અન્‍ય કોઈપણ પ્રકારના દુર્વ્‍યવહારને સહન કરશે નહીં. દેશમાં કાર્યરત તમામ કંપનીઓ, પછી ભલે તે બ્રાઝિલિયન હોય કે વિદેશી, તેણે બ્રાઝિલના કાયદાનું પાલન કરવું જ પડશે. તેવી જાહેરાત પણ બ્રાઝિલે કરી છે.(૩૮.૧૪)

(10:38 AM IST)