News of Thursday, 10th July 2025
પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ શકે નહી : હાઈકોર્ટનો આદેશ
નાબાલિગ બાળકને લોહી પરિક્ષણ માટે મજબૂર કરી શકાય નહી : પિતૃત્વ પરીક્ષણના કરવાના સ્થાને અન્ય પુરાવાથી સાબીત કરવું જોઇએ

નાગપુર,તા.૧૦: કોઇ પુરુષને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હોય તેના આધારે ડીએનએ ટેસ્ટની માંગણી યોગ્ય ઠરાવી શકાય નહી, ડીએનએ જેવો આનુવાંશિક ટેસ્ટ અસામાન્ય સંજોગોમાં જ કરવામાં આવે છે આ મુજબનો ચુકાદો મુંબઈ હાઇકોર્ટની નાગપુર પીઠે આપ્યો હતો.
આ સાથે જ પારિવારિક કોર્ટ તરફથી ૧૨વર્ષના પુત્ર ના ડીએનડીએ પરીક્ષણ કરવા અપાયેલ આદેશને રદ્દ કર્યો હતો. ‘‘પારિવારિક અદાલતે આવો આદેશ આપીને ભૂલ કરી હતી'' ન્યાયમુર્તિએ આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ફેમિલી કોર્ટમાં બાળકનું સૌથી સારું હિત શામાં રહેલું છે તેનો વિચાર કરવાની જરુરિયાત હતી.
સુપ્રિમ કોર્ટના એક આદેશને ટાંકીને બેન્ચે જણાવ્યું હતું કે ખાસ કરીને કોઇ સગીર બાળકને લોહીનું પરિક્ષણ આપવા માટે મજબૂર કરી શકાય નહી. હાઇકોર્ટે નોંધ લીધી હતી કે જો પત્નીના ચરિત્ર પર શંકા હોયતો બાળકનું પિતળત્વ પરીક્ષણ કરવાના સ્થાને કોઇ અન્ય પુરાવાઓથી સાબીત કરવું જોઇએ.(૪૦.૫)
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
