<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

મને તો નોબલ પુરસ્‍કાર મળવો જોઈએઃ કેજરીવાલની માંગ

સુશાસન માટે મને નોબલ પુરસ્‍કાર મળવો જોઈએઃ એલજીએ અટકાવ્‍યા હોવા છતાં મેં જેટલુ કામ કર્યુ છે, તેને ધ્‍યાનમાં લેતાં શાસન અને વહીવટી તંત્ર માટે મને નોબલ પુરસ્‍કાર મળવો જોઈએ

 

નવી દિલ્‍હી,તા.૧૦:  દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું હતું કે, સુશાસન માટે મને નોબલ પુરસ્‍કાર મળવો જોઈએ. એલજીએ અટકાવ્‍યા હોવા છતાં મેં જેટલુ કામ કર્યું છે, તેને ધ્‍યાનમાં લેતાં શાસન અને વહીવટી તંત્ર માટે  મને નોબલ પુરસ્‍કાર મળવો જોઈએ. આ પહેલા કેજરીવાલે પોતાના બે સાથી મિત્રો મનિષ સિસોદિયા અને સત્‍યેન્‍દ્ર જૈન માટે ભારત રત્‍નની માગ કરી હતી.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા જાસમીન શાહના પુસ્‍તક કેજરીવાલ મોડલને પંજાબી ભાષામાં લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. પંજાબના મોહાલીમાં  કેજરીવાલે પોતાની એક સામાન્‍ય કર્મચારીથી નેતા બનવા સુધીની વાત સંભળાવી હતી. દિલ્‍હીમાં પોતાની સરકાર દ્વારા શિક્ષણ અને સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે થયેલા કામકાજના વખાણ કર્યા હતાં.

આરટીઆઈ કાર્યકર તરીકે મેગ્‍સેસે એવોર્ડ જીતનારા અરવિંદ કેજરીવાલે તેમણે કહ્યું કે, જેટલા દિવસ અમારી સરકાર રહી, અમને કામ કરતાં અટકાવવામાં આવ્‍યા હોવા છતાં અમે કામ કર્યું. મને લાગે છે. મને ગવર્નન્‍સની ઉપર અને એડમિનિસ્‍ટ્રેશનની અંદર રહીને ઘણા સારા કામો કરવા બદલ નોબલ પુરસ્‍કાર મળવો જોઈએ. ં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કામ કરવા માગતા પણ નથી, અને કરવા દેવા પણ. ત્રણ વખત દિલ્‍હીના મુખ્‍યમંત્રી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલને કેન્‍દ્ર સરકાર દ્વારા નિમણૂક કરાયેલા લેફ્‌ટનન્‍ટ ગવર્નર દરેક કામમાં અટકાવતાં હતા.

કેજરીવાલે આગળ કહ્યું કે, હું એક એવુ મોડલ બનાવવા માગતો હતો કે, સરકારી શાળા અને હોસ્‍પિટલ શ્રેષ્ઠ બને. હું કોઈ રાજા નથી. મને ચૂંટણી જીતવાનો પણ શોખ નથી. અમે લોકોનું માઈન્‍ડસેટ બદલવા માગતા હતા કે, પ્રમાણિકતા સાથે કામ કરીએ તો  શાળા પણ ઠીક થઈ શકે છે, હોસ્‍પિટલ પણ ઠીક થઈ શકે છે. વીજ સેવા અને રસ્‍તાઓ પણ ઠીક થઈ શકે છે. અમે તે કરીને બતાવ્‍યું છે.(૪૦.૩)

(9:57 AM IST)