News of Thursday, 10th July 2025
શાળામાં માસિક ધર્મ તપાસવા માટે છોકરીઓના કપડાં ઉતરાવાયા
પ્રિન્સિપાલ અને પરિચારિકાની ધરપકડઃ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો : એક વાલીએ શાળાના આચાર્ય, ચાર શિક્ષકો, એક પરિચારિકા અને બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

થાણે તા.૧૦: થાણેની એક શાળામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં છોકરીઓને માસિક ધર્મ તપાસવાના નામે તેમના કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવી હતી . આ કેસમાં બુધવારે શાળાના આચાર્ય અને પરિચારિકા (બંને મહિલાઓ) ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર શિક્ષકો અને બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ લગભગ ૧૦ છોકરીઓના કપડાં ઉતારવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. શાળાના શૌચાલયમાં લોહીના ડાઘ મળી આવ્યા બાદ તેઓએ છોકરીઓના કપડાં ઉતરાવાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે શાળાના કર્મચારીઓએ મંગળવારે શૌચાલયમાં લોહીના ડાઘ જોયા હતા અને શિક્ષકો અને આચાર્યને જાણ કરી હતી. આ માટે કોણ જવાબદાર છે તે જાણવા માટે, ધોરણ ૫ થી ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કન્વેન્શન હોલમાં બોલાવવામાં આવી હતી જ્યાં પ્રોજેક્ટરની મદદથી તેમને શૌચાલય અને ટાઇલ્સ પર લોહીના ડાઘના ચિત્રો બતાવવામાં આવ્યા હતા.
આ પછી વિદ્યાર્થીનીઓને પૂછવામાં આવ્યું કે કોને માસિક ધર્મ આવી રહ્યો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોએ હાથ ઉંચા કરનારી છોકરીઓના અંગૂઠાના છાપ સહિતની બધી વિગતો રેકોર્ડ કરી અને બાકીની છોકરીઓને શૌચાલયમાં લઈ ગયા જ્યાં પરિચારકોએ તેમને કપડાં ઉતારવા માટે મજબૂર કરી અને તેમની તપાસ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી માતાપિતામાંથી એકની પુત્રીને આરોપી પ્રિન્સિપાલે પૂછયું હતું કે જ્યારે તેણીને માસિક ધર્મ ન હતો ત્યારે તે સેનિટરી પેડનો ઉપયોગ કેમ કરી રહી છે. ત્યારબાદ પ્રિન્સિપાલે સગીર છોકરી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો અને બળજબરીથી તેના અંગૂઠાની છાપ લીધી.
આરોપીનું કળત્ય છોકરીઓને માનસિક ત્રાસ આપવા સમાન હતું,ૅ એક માતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.
બધા આરોપીઓ પર કલમ ૭૪ (મહિલા પર હુમલો અથવા તેની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી ગુનાહિત બળનો ઉપયોગ), કલમ ૭૬ (કપડા ઉતારવાના ઈરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ પોકસો અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.(૩૮.૧૩)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
