<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

પીએમ મોદીનો અનોખો રેકોર્ડઃ ૧૭ વિદેશી સંસદોને સંબોધિત કરી

આ આંકડો કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો દ્વારા આપવામાં આવેલા કુલ ભાષણો જેટલો છેઃ ૨૭ દેશોનું સર્વોચ્‍ચ સન્‍માન મળી રહ્યું છે : આ મહિનાના પહેલા અઠવાડિયામાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો અને નામિબિયાની સંસદોને સંબોધિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે

 

નવી દિલ્‍હી તા.૧૦: વડાપ્રધાન મોદીએ ભારતની વૈશ્વિક ભૂમિકાને વધુ મજબૂત બનાવીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે અત્‍યાર સુધીમાં ૧૭ વિદેશી સંસદોને સંબોધિત કરી છે. આ આંકડો કોંગ્રેસના તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનો દ્વારા આપવામાં આવેલા કુલ ભાષણો જેટલો છે. પ્રધાનમંત્રી મોદીએ આ મહિનામાં ઘાના, ત્રિનિદાદ, ટોબેગો અને નામિબિયાની સંસદોને સંબોધિત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

એકલા પીએમ મોદીએ તેમના ૧૧ વર્ષના કાર્યકાળમાં કોંગ્રેસના બધા પીએમોએ મળીને જેટલી વિદેશી સંસદોને સંબોધિત કરી છે તેટલી વિદેશી સંસદોને સંબોધિત કરી છે. નીચે આપેલ તુલનાત્‍મક ડેટા જુઓ

વિદેશ સંસદોમાં પ્રધાનમંત્રીના ભાષણોઃ

ડો. મનમોહન સિંહ ૭

ઇન્‍દિરા ગાંધી ૪

જવાહરલાલ નેહરુ ૩

રાજીવ ગાંધી ૨

પી.વી. નરસિંહ રાવ ૧

કુલ (કોંગ્રેસના પીએમ) ૧૭

નરેન્‍દ્ર મોદી (૨૦૧૪-૨૦૨૫) ૧૭

પીએમ મોદીના ભાષણોની યાદીઃ

વર્ષ ૨૦૧૪માં ઓસ્‍ટ્રેલિયા, ફિજી, ભૂટાન અને નેપાળ (બંધારણ સભા)

વર્ષ ૨૦૧૫માં બ્રિટન, શ્રીલંકા, મંગોલિયા, અફઘાનિસ્‍તાન, મોરેશિયસ

વર્ષ ૨૦૧૬માં અમેરિકા (યુએસ કોંગ્રેસનું સંયુક્‍ત સત્ર)

૨૦૧૮માં યુગાન્‍ડા

૨૦૧૯માં માલદીવ્‍સ

૨૦૨૩માં અમેરિકા (યુએસ કોંગ્રેસને બીજું સંબોધન)

૨૦૨૪માં ગયાના

૨૦૨૫માં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નામિબિયા.

આ સિદ્ધિનું શું મહત્‍વ છે?: પ્રધાનમંત્રી મોદીનો આ રેકોર્ડ ફક્‍ત એક રાજદ્વારી સિદ્ધિ નથી પણ એ પણ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક મંચ પર માત્ર એક સહભાગી નથી પરંતુ નેતળત્‍વની ભૂમિકામાં છે. આ ભાષણો વિકસિત અને વિકાસશીલ બંને દેશોને આવરી લે છે. આ દ્વારા ભારતની વિદેશ નીતિમાં વિવિધતા અને પ્રાદેશિક સંતુલન દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

ટ્‍વિટર પર એક પોસ્‍ટમાં, ભારતીય જનતા પાર્ટી  એ જણાવ્‍યું હતું કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇએ  અત્‍યાર સુધીમાં ૧૭ વિદેશી સંસદોમાં ભાષણો આપ્‍યા છે.  તેમણે માત્ર એક દાયકામાં જે હાંસલ કર્યું છે, તે બીજાઓને પ્રાપ્ત કરવામાં ઘણી પેઢીઓ લાગી. આ તેમની વૈશ્વિક પ્રતિષ્ઠા અને ભારતની વધતી જતી વિશ્વસનીયતાનું પ્રતીક છે.

પીએમ મોદીને અત્‍યાર સુધીમાં ૨૭ દેશોનું સર્વોચ્‍ચ સન્‍માન મળ્‍યું છેઃ પીએમ મોદીને ૨૦૧૪ થી ૨૭ દેશોનો સર્વોચ્‍ચ સન્‍માન પણ મળી ચૂકયું છે. પ્રધાનમંત્રીએ ૨ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન ૫ દેશો - ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્‍ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાત લીધી હતી, જ્‍યાં તેમને સાત દિવસમાં ૪ દેશો દ્વારા સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનથી નવાજવામાં આવ્‍યા હતા. ૩ જુલાઈએ ઘાના, ૪ જુલાઈએ ત્રિનિદાદ અને ટોબેગો, ૮ જુલાઈએ બ્રાઝિલ અને ૯ જુલાઈએ નામિબિયાએ તેમને પોતાના દેશનું સર્વોચ્‍ચ સન્‍માન આપ્‍યું.

આ ઉપરાંત, પીએમ મોદીને અમેરિકા, શ્રીલંકા, ભૂતાન, રશિયા, દક્ષિણ કોરિયા, જાપાન, પાપુઆ ન્‍યુ ગિની, નાઇજીરીયા, ફીજી, ડોમિનિકન રિપબ્‍લિક, સાયપ્રસ, માલ્‍ટા, બાર્બાડોસ, બ્રુનેઈ, મોરેશિયસ, બ્રાઝિલ, ગુયાના, ગ્રીસ, અફઘાનિસ્‍તાન, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, પેલેસ્‍ટાઇન, સંયુક્‍ત આરબ અમીરાત, માલદીવ અને ઇજિપ્ત દ્વારા પણ સર્વોચ્‍ચ સન્‍માનથી નવાજવામાં આવ્‍યા છે.(૩૮.૧૧)

(10:13 AM IST)