<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

એક બહેનપણીએ બીજી બહેનપણીને વેચી દીધીઃ ૨,૭૫,૦૦૦માં ડિલ

દુશ્‍મન ન કરે, દોસ્‍ત ને વો કામ કિયા હૈ... : ભોપાલની રહેવાસી એક યુવતીને તેની જ નાનપણની બહેનપણીએ લગ્નનું સપનું બતાવીને રાજસ્‍થાનમાં વેચી દીધી

ભોપાલ તા.૧૦: દુશ્‍મન ન કરે, દોસ્‍ત ને વો કામ કિયા હૈ...આ લાઇન ભોપાલની એ છોકરીની કહાનીને આબેહૂબ રજૂ કરે છે, જેનો સોદો તેની નાનપણની બહેનપણીએ કરી

ભોપાલની રહેવાસી એક યુવતીને તેની જ નાનપણની બહેનપણીએ લગ્નનું સપનું બતાવીને રાજસ્‍થાનમાં ૨.૭૫ લાખ રૂપિયામાં વેચી દીધી. જે ફ્રેન્‍ડને તે સૌથી મોટી તાકાત માનતી હતી, તે તેના જ માટે સૌથી મોટી મુસીબત બની ગઈ. ખાલી દોસ્‍ત નહીં, આ સોદામાં અમુક સંબંધીઓ પણ સામેલ હતા. મામલો ત્‍યારે સામે આવ્‍યો જ્‍યારે છોકરી છ મહિનાથી ગુમ હતી અને પરિવારે ગુમ થવાની ફરિયાદ નોંધાવી.

છોકરીના લગ્ન બળજબરીપૂર્વક નરેન્‍દ્ર નામના શખ્‍સ સાથે કરાવી દીધા. રાજસ્‍થાનના ઝાલાવાડમાં તેને ત્રાસ આપવામાં આવતો હતો. હબીબગંજ પોલીસ સ્‍ટેશનમાં જ્‍યારે પરિવારે ફરિયાદ નોંધાવી તો તપાસમાં પોલીસની લાપરવાહી પણ સામે આવી. જો સમયસર કાર્યવાહી કરી હોત તો યુવતીને આટલો સમય નરકની જિંદગી ન જીવવી પડી હોત.

ભોપાલ પોલીસની ટીમે રાજસ્‍થાનમાં જઈને યુવતીને ઝાલાવાડમાંથી હેમખેમ પકડી લાવ્‍યા. સાથે જ આરોપી નરેન્‍દ્ર અને કુસુમની પણ ધરપકડ કરી છે.

(11:46 AM IST)