News of Thursday, 10th July 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
૮૨
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધિ- ૮૨:‘‘આ કાલ્પનિક જગત બળીને રાખ બની રહ્યું છે એવો ભાવ કરો અને મનુષ્યથી શ્રેષ્ઠતર પ્રાણી બનો.''
જો તમે આખા સંસારને સળગતો જોઇ શકયા તો તમે મનુષ્યથી ઉપર ઉઠી ગયા, તમે અતિમાનવ થઇ ગયા. ત્યારે તમે અતિમાનવીય ચેતનાને જાણી ગયા.
જે લોકો બહુ ભાવપ્રણવ છે તેઓ કોઇ પણ કલ્પના કરી શકે છે અને તે ઘટી જશે અને જો એમને એકવાર એ પ્રતીતિ થઇ જાય કે કલ્પના યથાર્થ બની શકે છે કે ભાવ વાસ્તવિક બની શકે છે તો એમને આશ્વસન મળી ગયું અને તેઓ આગળ વધી શકે છે. ત્યારે તમે પોતાના ભાવ દ્વારા ઘણું બધું કરી શકો છો. તમે અત્યારે પણ ભાવથી ઘણું બધું કરો છો પરંતુ તમને ખબર નથી કે એનો બોધ પણ નથી.
શહેરોમાં કોઇ નવો રોગ ફેલાય છે, ફલ્યુ ફેલાય છે અને તમે એના શિકાર થઇ જાઓ છો તમે કયારેય વિચારી શકયા નથી કે સોમાંથી સિત્તેર લોકો ફકત કલ્પનાના કારણે બીમાર થઇ જાય છે. જો કે શહેરમાં રોગ ફેલાયો છે તો તમે કલ્પના કરવા લાગો છો કે હું પણ એનો શિકાર થનાર છું અને તમે શિકાર થઇ જશો. તમે ફકત પોતાની કલ્પનાથી અનેક રોગ પકડી લો છો. તમે ફકત પોતાની કલ્પનાથી અને સમસ્યાઓ નિર્મિત કરી લો છો, તો તમે સમસ્યાઓને હલ પણ કરી શકો છો. જો તમને ખબર હોય કે તમે જ એનું નિર્માણ કર્યુ છે તો પોતાની કલ્પનાને થોડી વધારો અને ત્યારે આ વિધી ઉપયોગી થશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
