ટ્રમ્પે અમેરિકા વિઝા માટે લાદી $૨૫૦ની ‘સુરક્ષા ફી': ભારતીયો માટે રૂ.૪૦,૦૦૦ ખર્ચ
આવતા વર્ષથી ‘વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ' લાગુઃ પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને H-1B કામદારો માટે નવી ફી અનિવાર્યઃ વિઝા શરતોનું પાલન કરનારને જ મળશે રિફંડ

નવી દિલ્હી, તા.૧૦: અમેરિકાની ધરતી પર પગ મૂકવાનું સપનું જોતા લાખો ભારતીયો માટે એક મોટો આર્થિક આંચકો લાગ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૪ જુલાઈના રોજ સહી કરાયેલા નવા ‘વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટ' હેઠળ, આવતા વર્ષથી મોટાભાગની બિન-ઇમિગ્રન્ટ વિઝા શ્રેણીઓ પર ફરજિયાત $૨૫૦ (લગભગ રૂ.૨૦,૭૫૦)ની વિઝા ઇન્ટિગ્રિટી ફી' વસૂલવામાં આવશે.
આ નવા નિયમથી ભારતીય પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને H-1B કામદારો માટે અમેરિકાનો વિઝા મેળવવાનો ખર્ચ બમણાથી પણ વધુ થઈને લગભગ રૂ.૪૦,૦૦૦ સુધી પહોંચી જશે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, આ નવો કાયદો B-1/B-2 (પ્રવાસી/વ્યવસાય), F અને M (વિદ્યાર્થી), H-1B (કાર્ય), J (એક્સચેન્જ) અને અન્ય કામચલાઉ વિઝા શ્રેણીઓને લાગુ પડશે. માત્ર રાજદ્વારી વિઝા (A અને G વર્ગ) ને આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ વિઝા ઇન્ટિગ્રિટી ફી એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ સમાન છે અને તેને કોઈ પણ સંજોગોમાં માફ કરી શકાશે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરિટી દ્વારા વિઝા જારી કરતી વખતે આ ફી વસૂલવામાં આવશે. જો પ્રવાસીઓ વિઝાની શરતોનું પાલન કરશે - જેમ કે વિઝાની સમયમર્યાદા પૂરી થયાના પાંચ દિવસની અંદર યુએસ છોડી દેવું અથવા કાયદેસર રીતે તેમનો વિઝા સ્ટેટસ બદલવો - તો જ તેઓ રિફંડ માટે અરજી કરી શકશે. જો શરતોનું પાલન નહીં થાય, તો અમેરિકી સરકાર આ ફી જપ્ત કરી લેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
