<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

વારાણસીના ૩૫ ઘાટ પાણીમાં ડૂબ્‍યાઃ આરતીનું સ્‍થળ બદલવું પડયું

ગંગાનું સ્‍તર ખૂબ વધી જતાં મણિકર્ણિકા અને હરિશચંદ્ર ઘાટ પર શબદહનનું સ્‍થળ પણ બદલવું પડયું

 

વારાણસી, તા.૧૦: વારાણસીમાં ગંગા નદીનું જળસ્‍તર વધતાં મંગળવારથી જ ૩૫ ઘાટોનો સંપર્ક તૂટી ગયો હતો. ગઈ કાલ સાંજ સુધી વરસાદ ચાલુ જ હોવાથી દર કલાકે જળસ્‍તરમાં બે સેન્‍ટિમીટરનો સતત વધારો થતો રહ્યો છે. એને કારણે આ વર્ષે પહેલી વાર દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતીનું સ્‍થળ ૧૦ ફુટ પાછળ ખસેડવું પડ્‍યું હતું. એટલું જ નહીં, જે ઘાટો અવિરત શબદાહ માટે પ્રસિદ્ધ છે એવા મણિકર્ણિકા અને હરિશચંદ્ર ઘાટ પર શબદહનની જગ્‍યા પણ બદલવી પડી હતી.

જળસ્‍તર વધી રહ્યું હોવા છતાં સેંકડો શ્રદ્ધાળુઓ દૈનિક સંધ્‍યા આરતીમાં સામેલ થયા હતા.

અયોધ્‍યામાં પણ રામપથ સુધી પાણી ભરાઈ ગયાં

બુધવારે વહેલી સવારથી બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં અયોધ્‍યામાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. રામપથ પર પણ અનેક જગ્‍યાએ પાણી ભરાઈ ગયાં હોવાથી વાહનો અટવાઈ ગયાં હતાં.(૨૩.૨૭)

(4:01 PM IST)