News of Thursday, 10th July 2025
કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ: મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરજીત સિંહે લીધી જવાબદારી, ચાહકોમાં ફેલાઈ ચિંતા!
આ ગોળીબારની જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના કાર્યકર અને ભારતની NIA દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરજીત સિંહ લાડીએ લીધી

નવી દિલ્હી : જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરે, બ્રિટિશ કોલંબિયા ખાતે આવેલા નવા કેફે 'કેપ્સ કેફે' (KAPS Cafe) પર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ કેફેનું ઉદ્ઘાટન કપિલ શર્માએ પત્ની ગિન્ની ચતરથ સાથે થોડા જ દિવસો પહેલા કર્યું હતું, અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ઘટનાએ કપિલના ચાહકો અને ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે.
હરજીત સિંહ લાડીએ લીધી જવાબદારી
આ ગોળીબારની જવાબદારી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના કાર્યકર અને ભારતના NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હરજીત સિંહ લાડી એ લીધી છે. લાડીએ કપિલ શર્માની કેટલીક ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જોકે, તેણે કઈ ટિપ્પણીઓને કારણે આ કૃત્ય કર્યું તે અંગે વિગતવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી.
આ ઘટના પર વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કપિલ શર્માના કેફે પર આ પ્રકારનો હુમલો થવો એ ખરેખર ચોંકાવનારી બાબત છે, ખાસ કરીને જ્યારે તે કેનેડામાં ભારતીય વ્યવસાય અને પ્રભાવનું પ્રતીક બની રહ્યું હતું.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
