હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત : ટ્રકે બાઇકને અડફેટે લેતા પિતા અને પુત્રનું મોત :પત્નીને ગંભીર ઇજા
સુરતના કામરેજના વાવ નજીક અકસ્માત : કામરેજ પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી :નજર સમક્ષ પતિ-પુત્રનું મોત થતાં મહિલા આઘાતમાં

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજના વાવ નજીક ટ્રકે બાઇક પર સવાર પરિવારને અડફેટે લીધા ગંભીર ઇજાઓના કારણ પિતા અને માસૂમ સંતાનનું મોત થયું છે. જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે હાઇવે પર હાઈવે પર ટ્રાફિક થયો છે. કામરેજ પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે. નજર સમક્ષ સંતાન અને પતિનું મોત થતાં મહિલા આઘાતમાં સરી પડી હતી.
મળતી માહિતી મુજબ, સુરતના કામરેજના વાવ નજીક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ અને અમદાવાદ NH 48 પર બાઇક પર સવાર પરિવારને ટ્રકે અડફેટે લીધો હતો. અકસ્માતની ઘટનામાં ગંભીર ઇજાઓના કારણે પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતને કારણે પત્નીને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. કામરેજ પોલીસ અને NHAI વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. નજર સમક્ષ પતિ-પુત્રનું મોત થતાં મહિલા આઘાતમાં છે.
બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સુરત ગ્રામ્યમાંથી પસાર થતા એક્સપ્રેસ વેની મુલાકાતે પહોંચ્યા હતા. કામરેજ નેશનલ હાઇવે 48 પર તાપી નદીના બ્રિજ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાશે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીનું બિસ્માર બ્રિજ મુદ્દે રજૂઆત કરી હતી. તાપી નદીના બ્રિજ પર બે સ્પાન વચ્ચે જગ્યા ખસી જતા કામ ચલાઉ લોખંડની પ્લેટ મુકવામાં આવી હતી. પરંતુ હવે લોખંડની પ્લેટની જગ્યાએ કાયમી સમાધાન માટે કામ કરાશે. નેશનલ હાઇવે 48 પર આવેલ બ્રિજની કામગીરી શરૂ કરતા પહેલા વાહનો એક્સપ્રેસ હાઇવે પર ડાયવર્ટ કરાશે. હાલ એક્સપ્રેસ હાઇવેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા એક્સપ્રેસ હાઇવેનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે એક્સપ્રેસ હાઇવેના અધિકારી સાથે કામને લઇ ચર્ચા કરાઈ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
