<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

દક્ષિણ કોરિયાની રાજધાની સેઓલમાં બે પાકિસ્તાની રાજદ્વારીઓને દુકાનમાંથી ચોરી કરતા ઝડપાઈ ગયા ?*

દક્ષિણ કોરિયાની રાજધાની સેઓલમાં બે પાકિસ્તાની રાજદ્વારીઓને દુકાનમાંથી ચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને ઘટનાઓ અલગ-અલગ સમયે એક જ સ્ટોરમાં બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર, એક રાજદ્વારીએ રૂ. ૧૨૭ (૧,૯૦૦ વોન)ની કિંમતની ચોકલેટ ચોરી હતી, તો બીજાએ રૂ. ૭૪૦ (૧૧,૦૦૦ વોન)ની  ટોપી ચોરી હતી. 

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા અહેવાલો મુજબ આ ઘટનાને કારણે પાકિસ્તાનના દક્ષિણ કોરિયા સાથેના રાજદ્વારી સંબંધોમાં વિવાદ ઊભો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારીઓને વિશેષ સુરક્ષા અને છૂટછાટ મળેલી હોય છે, પરંતુ ચોરી જેવા ગુનાઓમાં પકડાયા એ ગંભીર બાબત માનવામાં આવે છે. 

 

(1:21 AM IST)