News of Friday, 11th July 2025
મહિલાનો ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો તો જેલ
મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું એક યુવકને ભારે પડી ગયું: મહિલાની પ્રાઈવસી ભંગ કરવા બદલ યુવકની ધરપકડ

બેંગલુરુ તા.૧૧: મહિલાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનું એક યુવકને ભારે પડી ગયું. એક યુવતીએ દાવો કર્યો હતો કે તેની જાણ વગર શહેરના ચર્ચ સ્ટ્રીટ પર તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને પરવાનગી વગર સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. મહિલાની પ્રાઈવસી ભંગ કરવા બદલ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વિડીયો અપલોડ કરવાથી ગુનો કેવી રીતે બને? તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની કલમ ૨૧માં આપવામાં આવેલા જીવન જીવનના મૂળભૂત અધિકારોમાં ગોપનીયતા એટલે કે પ્રાઈવસીના અધિકારનો પણ સમાવેશ થાય છે.
જો કોઈ નાગરિકની પ્રાઈવસીના અધિકારનું ઉલંઘન કરવામાં આવે તો તે ન્યાય માંગી શકે છે. જો કોઈ પરવાનગી વિના કોઈના ફોટો કેપ્ચર કરે કે વિડિયો રેકોર્ડ કરે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે તો તેને પ્રાઈવસીના અધિકારનું ઉલંઘન માનવામાં આવશે અને આવા કેસમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ હેઠળ કાર્યવાહી થઇ શકે છે. આ કાયદાની કલમ 66E મુજબ પરવાનગી વિના વ્યક્તિના ફોટા લેવા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર પ્રતિબંધિત છે અને પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. ગુનો સાબિત થાય તો ગુનેગારને ૩ વર્ષ સુધીની જેલ અથવા ૨ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.(૩૮.૩)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
