News of Friday, 11th July 2025
ટ્રમ્પને કારણે ૪ વર્ષમાં ૪૦ લાખ લોકોના મોત થઈ શકે છે
અમેરિકન રાષ્ટ્રપતિના ફંડ રોકવાના નિર્ણયથી એઇડસનો ફેલાવો થઈ શકે છે

ન્યુયોર્ક, તા.૧૧: અમેરિકા દ્વારા HIV ભંડોળ અચાનક સ્થગિત કરવાથી વિશ્વભરના ઘણા દેશોમાં સારવાર, પરીક્ષણ અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે. UNAIDS ના અહેવાલ મુજબ, જો આ ભંડોળ ફરી શરૂ કરવામાં નહીં આવે, તો ૨૦૨૯ સુધીમાં, ૪ મિલિયન મળત્યુ અને ચેપના ૬ મિલિયન નવા કેસ થઈ શકે છે.
નવી દવાઓના કારણે દુનિયા એઇડ્સ સામેની લડાઈમાં વિજયની નજીક જણાતી હતી, ત્યારે અમેરિકાના અચાનક નિર્ણયે બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, અમેરિકાએ HIV કાર્યક્રમો માટે આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દીધી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંગઠન UNAIDS એ ચેતવણી આપી છે કે જો અમેરિકા તરફથી મળનારા આ ભંડોળની ભરપાઈ કરવામાં નહીં આવે તો ૨૦૨૯ સુધીમાં, એટલે કે આગામી ૪ વર્ષમાં, ૪૦ લાખ લોકો મળત્યુ પામી શકે છે અને ચેપના ૬૦ લાખથી વધુ નવા કેસ નોંધાઈ શકે છે. ચાલો અમેરિકાના આ કાર્યક્રમ વિશે જાણીએ, HIV-AIDS સામેની લડાઈમાં તે કેમ મહત્વપૂર્ણ હતું?
૨૦૦૩ માં, તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે PEPFAR કાર્યક્રમ (એઇડ્સ રાહત માટે રાષ્ટ્રપતિની કટોકટી યોજના) શરૂ કર્યો. આ HIV સામે વિશ્વનો સૌથી મોટો વિદેશી સહાય કાર્યક્રમ હતો. તેણે અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ લોકોનું પરીક્ષણ કર્યું છે અને ૨ કરોડથી વધુ લોકોને મફત સારવાર પૂરી પાડી છે. જો આપણે ફક્ત નાઇજીરીયાની વાત કરીએ તો, HIV દવાઓના બજેટનો ૯૯.૯% ભાગ ભ્ચ્ભ્જ્ખ્ય્ દ્વારા પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ જાન્યુઆરી ૨૦૨૫ માં, યુ.એસ.એ અચાનક વિદેશી સહાય બંધ કરી દીધી, જેના કારણે ક્લિનિક્સ બંધ થઈ ગયા, સપ્લાય ચેઈન બંધ થઈ ગઈ અને હજારો કામદારોએ તેમની નોકરી ગુમાવવી પડી.
UNAIDS ના અહેવાલમાં જણાવાયું છે કે આ નિર્ણયથી ઘણા દેશોમાં ણ્ત્સ્ સામે ચાલી રહેલા કાર્યક્રમો બંધ થઈ ગયા છે. તપાસની ગતિ ધીમી પડી ગઈ છે. જાગળતિ અભિયાનો બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણી સમુદાય-આધારિત સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. દર્દીઓના જીવ જ જોખમમાં નથી, પરંતુ WHO અને અન્ય એજન્સીઓએ હવે આખી સિસ્ટમ ફરીથી ગોઠવવી પડશે.
અમેરિકાએ માત્ર દવાઓ અને સુવિધાઓ માટે પૈસા જ પૂરા પાડ્યા નહીં, પરંતુ આફ્રિકન દેશોમાં HIV સંબંધિત ડેટા એકત્રિત કરવામાં પણ સૌથી મોટી ભૂમિકા ભજવી રહી હતી. હવે જ્યારે આ ભંડોળ બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે હોસ્પિટલો અને સરકારી એજન્સીઓ પાસે ન તો દર્દીઓનો ડેટા છે અને ન તો ભવિષ્યની વ્યૂહરચના ઘડવા માટે કોઈ સાધન છે.
દરમિયાન, યેઝટુગો નામની નવી HIV વિરોધી દવાએ આશા જગાવી છે કારણ કે તે દર છ મહિને એક વાર લેવામાં આવે તો ચેપ અટકાવવામાં ૧૦૦% અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. યુએસ એફડીએએ પણ તેને મંજૂરી આપી દીધી છે અને દક્ષિણ આફ્રિકા તેને અમલમાં મૂકવાની યોજના ધરાવે છે. પરંતુ સમસ્યા એ છે કે આ દવા બનાવતી કંપની, ગિલિયડે, ગરીબ દેશોને સસ્તા દરે પૂરી પાડવાની વાત કરી છે, પરંતુ લેટિન અમેરિકા જેવા મધ્યમ આવક ધરાવતા દેશોને આ યાદીમાંથી બાકાત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે આ દવા એવી જગ્યાઓ સુધી પહોંચી શકશે નહીં જ્યાં HIVનું જોખમ વધી રહ્યું છે. (રર.૬)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
