<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

૧૫ જુલાઈએ મુંબઈ ખાતે ઓપન થશે ટેસ્‍લાનો પહેલો શોરુમ

૩.૮૮ કરોડનું ભાડું ચૂકવશે કંપની!

મુંબઈ, તા.૧૧: અમેરિકાની દિગ્‍ગજ ઈલેક્‍ટ્રિક વેહિકલ કંપની ટેસ્‍લા ભારતમાં પોતાનો પહેલો શોરુમ ખોલવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‍સ મુજબ ૧૫ જુલાઈના રોજ મુંબઈના બીકેસીમાં આ શોરુમ ઓપન થશે. જેનું અંદાજીત વાર્ષિક ભાડું ૩.૮૮ કરોડ રુપિયા છે.

સમાચાર એજન્‍સી રોયટર્સે ૧૧ જુલાઈ, ૨૦૨૫ના રોજ જણાવ્‍યું કે, એલન મસ્‍કની માલિકીની ઇલેક્‍ટ્રિક વ્‍હિકલ મેકર કંપની ટેસ્‍લા ૧૫ જુલાઈએ મુંબઈમાં પોતાના પ્રથમ શોરૂમની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જેને એક્‍સપિરિયન્‍સ સેન્‍ટર નામ આપવામાં આવ્‍યું છે. રોયટર્સે અગાઉ જણાવ્‍યું હતું કે, ટેસ્‍લાનો શોરૂમ મુંબઈ એરપોર્ટ પાસે બાંદ્રા કુર્લા કોમ્‍પ્‍લેક્‍સના બિઝનેસ એન્‍ડ રિટેલ હબમાં મેકર મેકસિટી બિલ્‍ડિંગમાં સ્‍થિત હશે.

દક્ષિણ એશિયાઈ દેશમાં એન્‍ટ્રીના એક ભાગ તરીકે ઇલેક્‍ટ્રિક વ્‍હિકલ મેકરે હાયરિંગમાં ઝડપ દેખાડી છે અને તે પહેલાં મુંબઈ અને ભારતની રાજધાની દિલ્‍હીમાં શોરૂમ માટે સ્‍થળ શોધી રહ્યું છે. જણાવી દઈએ કે, આ ડેવલપમેન્‍ટ ભારત-અમેરિકા ટ્રેડ ટોક્‍સ દરમિયાન થયું છે.

શોરૂમ રજીસ્‍ટ્રેશન પેપર્સ અનુસાર, ટેસ્‍લાએ ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૫થી ૫ વર્ષના કરાર સાઈન કર્યા છે. જે અંતર્ગત ટેસ્‍લા લગભગ એક બાસ્‍કેટ બોલ કોર્ટની સાઈઝના ૪૦૦૩ સ્‍કવેર ફુટ (૩૭૨ સ્‍કવેર મીટર) વિસ્‍તાર માટે પહેલાં વર્ષે લગભગ ૪૪૬,૦૦૦ ડોલર (લગભગ ૩૮,૮૭૨,૦૩૦ રૂપિયા)ના ભાડાની ચૂકવણી કરશે.

એનાલિટિક્‍સ ફર્મ ઘ્‍ય્‍ચ્‍ મેટ્રિક્‍સ દ્વારા સમાચાર એજન્‍સીને ઉપલબ્‍ધ કરાવાયેલા રજીસ્‍ટર્ડ લીઝ ડોકયુમેન્‍ટ્‍સ અનુસાર, ભાડું દર વર્ષે ૫ ટકા વધીને પાંચમા વર્ષે લગભગ ૫૪૨,૦૦૦ ડોલર સુધી વધી શકે છે. અમેરિકન કંપની ટેસ્‍લા મુંબઈ બાદ નવી દિલ્‍હી (એરોસિટી)માં વધુ એક ભારતીય શોરૂમ શરુ કરે તેવી શકયતાઓ છે. 

(4:06 PM IST)