News of Friday, 11th July 2025
રાષ્ટ્રપતિ ટ્રમ્પ બન્યા ‘સુપરમેન ટ્રમ્પ' વ્હાઇટ હાઉસે શેર કર્યો ફોટો
વ્હાઇટ હાઉસે તેના સત્તાવાર X એકાઉન્ટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સુપરમેન કોસ્ચ્યુમ પહેરેલો ફોટો શેર કર્યો છે, આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

વોશીંગ્ટન, તા.૧૧: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા કેટલાક દિવસોથી સતત હેડલાઇન્સમાં છે. એક પછી એક અન્ય દેશો પર ટેરિફ લાદવાની તેમની જાહેરાતો તેમને ચર્ચાના કેન્દ્રમાં રાખે છે. ફરી એકવાર ટ્રમ્પ ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેઓ કોઈ ટેરિફ જાહેરાત કે તેમના કોઈ નિવેદન માટે નહીં પરંતુ તેમના સુપરહીરો અવતાર માટે વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે, વ્હાઇટ હાઉસે તેના સત્તાવાર X એકાઉન્ટ પર ટ્રમ્પની આ સુપરહીરો તસવીર શેર કરી. આમાં ટ્રમ્પ સુપરમેનની શૈલીમાં પોતાનો પોશાક પહેરીને ઉભા જોવા મળે છે. આ શેર કરતાં વ્હાઇટ હાઉસે લખ્યું, આશાનું પ્રતીક. સત્ય, ન્યાય. અમેરિકન રીત. સુપરમેન ટ્રમ્પ
ટ્રમ્પનો સુપરમેન તરીકેનો આ ફોટો વોર્નર બ્રધર્સ પિક્ચર્સની નવી ફિલ્મ સુપરમેન અમેરિકામાં રિલીઝ થવાના એક દિવસ પહેલા જ શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ આજે, ૧૧ જુલાઈના રોજ અમેરિકા સહિત અનેક દેશોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને ખૂબ જ સારા રેટિંગ મળ્યા છે. ફિલ્મની જેમ જ સુપરમેન ટ્રમ્પ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. ટ્રમ્પનો સુપરમેન ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર થયાના માત્ર ૧૫ મિનિટમાં જ ૧૦૦,૦૦૦ થી વધુ વખત જોવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને ૧૨ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જોકે, લોકો આના પર માત્ર સકારાત્મક જ નહીં પણ નકારાત્મક પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
ઘણા યુઝર્સે આ ફોટોની ટીકા કરી છે અને ટ્રમ્પ પાસે એપ્સ્ટેઈન ફાઇલો જાહેર કરવાની માંગ કરી છે. એક યુઝરે લખ્યું કે જો તે સત્ય અને ન્યાયમાં વિશ્વાસ રાખતો હોત તો એપ્સ્ટેઈનની ફાઇલો જાહેર થઈ હોત અને યાદીમાં રહેલા લોકો જેલમાં હોત. જ્યારે બીજા એક યુઝરે લખ્યું, તો શું તે ઝડપથી જેફરી એપસ્ટેઇનના ટાપુ પર ઉડી શકે છે? જેફરી એપ્સ્ટેઇન એક ગુનેગાર હતો જે સગીર છોકરીઓના જાતીય શોષણ માટે જાણીતો હતો. તેની પાસે એક ખાનગી ટાપુ હતો જ્યાં તેણે કથિત રીતે આ ગુનાઓ કર્યા હતા.
આ પોસ્ટ માટે સોશિયલ મીડિયા યુઝર્સે ટ્રમ્પને ખૂબ ટ્રોલ કર્યા. એક યુઝરે તેમને ટોણો મારતા કહ્યું કે તે સુપરમેન નહીં પણ હિટલર છે. એ વિચિત્ર ક્ષણ જ્યારે જર્મની પણ તમને હિટલર માને છે, તેમણે લખ્યું. એક યુઝરે લખ્યું, અદ્ભુત, એક નવા યુગનો હીરો આપણી વચ્ચે છે. બીજા એક યુઝરે લખ્યું, માલિક ગમે તેટલો પાગલ થઈ જાય, હું આ એપ કયારેય નહીં છોડું.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
