<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

નેપાળ માર્ગેથી ભારતમાં આતંક મચાવવાની જૈશ-લશ્‍કરની યોજના

આતંકવાદીઓ નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવા તૈયારી : નેપાળના રાષ્‍ટ્રપતિના સલાહકારે કહ્યું છે કે જૈશ-એ-મોહમ્‍મદ અને લશ્‍કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો નેપાળની ખુલ્લી સરહદનો લાભ લઈને ભારતમાં હુમલાનું કાવતરું ઘડી શકે છે

 

 

કાઠમંડુ, તા.૧૨: પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્‍તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ફરી એકવાર ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. નેપાળના એક ટોચના અધિકારીએ ચેતવણી આપી છે કે જૈશ-એ-મોહમ્‍મદ અને લશ્‍કર-એ-તૈયબા જેવા આતંકવાદી જૂથો ભારત પર હુમલો કરવા માટે નેપાળની જમીનનો ઉપયોગ કરી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્‍યું છે જ્‍યારે ભારતે તાજેતરમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્‍તાન અને પીઓકેમાં આતંકવાદી લોન્‍ચપેડનો નાશ કર્યો હતો.

નેપાળના રાષ્‍ટ્રપતિના સલાહકાર સુનીલ બહાદુર થાપાએ દક્ષિણ એશિયામાં આતંકવાદ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે એક પડકાર વિષય પર કાઠમંડુમાં આયોજિત કાર્યક્રમમાં આ વાત કહી. આ કાર્યક્રમનું આયોજન નેપાળ ઇન્‍સ્‍ટિટયૂટ ફોર ઇન્‍ટરનેશનલ કોઓપરેશન એન્‍ડ એંગેજમેન્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

નેપાળ અને ભારત વચ્‍ચે ખુલ્લી સરહદ અને વિઝા-મુક્‍ત વ્‍યવસ્‍થા અંગે પણ ચિંતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. થાપાના મતે, આતંકવાદીઓ આ સિસ્‍ટમનો લાભ લઈને ભારતમાં પ્રવેશી શકે છે. નેપાળના સાંસદ શિશિર ખાનલે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે ભારત અને નેપાળે સરહદ વ્‍યવસ્‍થાપનને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. તેમણે સૂચન કર્યું કે ઉચ્‍ચ-ટેક સર્વેલન્‍સ ટેકનોલોજી, ગુપ્ત માહિતી શેરિંગ અને સંયુક્‍ત આતંકવાદ વિરોધી કામગીરીની જરૂર છે.

નેપાળના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મીનેન્‍દ્ર રિજાલે જણાવ્‍યું હતું કે આતંકવાદને પાકિસ્‍તાનના સમર્થનથી માત્ર ભારત જ નહીં પરંતુ નેપાળ અને પાકિસ્‍તાન પોતે પણ નુકસાન સહન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદી હુમલાઓની સીધી અસર નેપાળ પર પણ પડે છે. આનું ઉદાહરણ પહેલગામ હુમલો છે જેમાં એક નેપાળી નાગરિકનું પણ મોત થયું હતું.

નેપાળની ધરતી પર આતંકવાદ સંબંધિત ઘણા જૂના કેસ પણ પ્રકાશમાં આવ્‍યા છે. ધ વીકના એક અહેવાલ મુજબ, ૨૦૧૭ માં, લ્‍લ્‍ગ્‍ દ્વારા સોનાલી બોર્ડર પરથી એક પાકિસ્‍તાની આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૯૯માં, કાઠમંડુથી દિલ્‍હી જઈ રહેલી ત્‍ઘ્‍ ૮૧૪ ફ્‌લાઇટને આતંકવાદીઓએ હાઇજેક કરી લીધી હતી. ૧૮ મે ૨૦૨૫ના રોજ, લશ્‍કર-એ-તૈયબાના નેપાળ મોડ્‍યુલના વડાને પાકિસ્‍તાનના સિંધ પ્રાંતમાં મારી નાખવામાં આવ્‍યો હતો. આ બધી ઘટનાઓએ ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્‍નો ઉભા કર્યા છે. (રર.ર)

(9:47 AM IST)