<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

ટર્કીમાં જાહેરમાં સાડી પહેરવાનો સ્‍ટન્‍ટ કર્યો આ બંગલાદેશી મોડલે

આ હરકતને પગલે ઇન્‍ટરનેટ પર મોટા પાયે તેની ટીકા થઈ હતીઃ ભારતીય સંસ્‍કળતિનું અપમાન ગણવામાં આવ્‍યું હતું

 

ઢાકા,તા.૧૨: ભારતના દુશ્‍મન અને પાકિસ્‍તાનના દોસ્‍ત એવા ટર્કીમાં ભીડભાડવાળા જાહેર સ્‍થળે મોનિકા કબીર નામની બંગલાદેશી મોડલ સાડી પહેરતી હોવાનો એક વિડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર વાઇરલ થયો છે. લાલ બ્‍લાઉઝ અને લેગિંગ્‍સ પહેરીને આવેલી આ ઇન્‍ફ્‌લુએન્‍સરે પોતાની બેગમાંથી લાલ ઘાઘરો અને સાડી કાઢીને જાહેરમાં એ પહેર્યાં હતાં. આ વિડિયો તેણે પોતે ઇન્‍સ્‍ટાગ્રામ પર મૂકીને સાથે લખ્‍યું હતું: ટર્કીના રસ્‍તા પર ભારતીય પરંપરાગત પોશાક.

મોનિકાની આ હરકતને પગલે ઇન્‍ટરનેટ પર મોટા પાયે તેની ટીકા થઈ હતી. તેની આ હરકતને ભારતીય સંસ્‍કળતિનું અપમાન ગણવામાં આવ્‍યું હતું. લોકોએ ભારપૂર્વક જણાવ્‍યું કે સાડી પહેરવી પ્રશંસનીય છે, પણ રસ્‍તા પર આવું કરવું એ એક પબ્‍લિસિટી સ્‍ટન્‍ટ છે.(૪૦.૯)

(10:13 AM IST)