<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

બાળકો સૂતા હતા ઉપરથી બોમ્‍બનો વરસાદઃ ૨૩ના મોત

મ્‍યાનમારમાં બૌદ્ધ મઠ પર સેનાનો હવાઈ હુમલો

 

 

સાગાઈંગ,તા.૧૨: ગુરુવારે વહેલી સવારે મધ્‍ય મ્‍યાનમારના સાગાઈંગ ક્ષેત્રમાં એક બૌદ્ધ મઠ પર લશ્‍કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૩ લોકો માર્યા ગયા. મળતકોમાં ચાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ૩૦ ઘવાયા છે જેમાંથી ૪ ગંભીર છે. આ હુમલો મંડલે શહેરથી લગભગ ૩૫ કિમી ઉત્તરપヘમિમાં આવેલા લિન તા લુ ગામમાં થયો હતો અને તેને લશ્‍કર વિરોધી પ્રવળત્તિઓનો ગઢ માનવામાં આવે છે. આ ઘટના મધરાતે બની હતી જ્‍યારે ૧૫૦ થી વધુ લોકોએ લશ્‍કરી કાર્યવાહીથી બચવા માટે ગામના બૌદ્ધ મઠમાં આશરો લીધો હતો. તે જ ક્ષણે, વાયુસેનાએ હુમલો કર્યો, આ સમાચાર એવા સમયે આવ્‍યા છે જ્‍યારે ભારત મ્‍યાનમાર સરહદ સુધી ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહ્યું છે.

મ્‍યાનમાર સેનાએ હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્‍યું નથી. સ્‍વતંત્ર સમાચાર એજન્‍સી ડેમોક્રેટિક વોઇસ ઓફ બર્માએ મળત્‍યુઆંક ૩૦ બતાવ્‍યો હતો, પરંતુ આ આંકડાની સ્‍વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

આ હુમલો એવા સમયે થયો છે જ્‍યારે મ્‍યાનમાર સેનાએ તાજેતરમાં સાગાઈંગમાં મોટા પાયે લશ્‍કરી કાર્યવાહી શરૂ કરી છે. સ્‍થાનિક બળવાખોર જૂથો પાસેથી આ વિસ્‍તાર પાછો મેળવવા માટે ટેન્‍ક અને ફાઇટર જેટ તૈનાત કરવામાં આવ્‍યા છે. વિપક્ષી રાષ્‍ટ્રીય એકતા સરકારના પ્રવક્‍તાએ કહ્યું આગામી ચૂંટણીઓ પહેલા પોતાની તાકાત દર્શાવવા માટે જુન્‍ટા આ બધું કરી રહ્યું છે. તેમને આશા છે કે આમ કરીને તેઓ સત્તામાં રહેશે.(૪૦.૭)

(4:16 PM IST)