<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

‘ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી...'

નિતેશ રાણેએ આપ્‍યું વિવાદસ્‍પદ નિવેદન

 

મુંબઇ તા.૧૨: મહારાષ્‍ટ્રની દેવેન્‍દ્ર ફડણવીસ સરકારમાં ભાજપ ક્‍વોટામાંથી મંત્રી બનેલા નિતેશ રાણેએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્‍યું છે. નિતેશે નિવેદનમાં કહ્યું કે, ગોળ ટોપી પહેરનારા લોકો અમને મત આપતા નથી. હું હિંદુ મતદાતાઓના કારણે ચૂંટણી જીતીને આવ્‍યો છું અને મંત્રી બન્‍યો છું.

રાણેએ કહ્યું કે, હું હિંદુઓના મતથી ધારાસભ્‍ય બન્‍યો છું. હું હિંદુઓનું સમર્થન ન કરુ તો શું ઉર્દુ બોલનારાનું સમર્થન કરુ? મુંબઈનું ડીએનએ હિંદુ છે. અમે હિંદુ અને મરાઠી હોવાને લઈને ગર્વ અનુભવીએ છીએ.

રાણેએ ઉદ્વવ ઠાકરે અને રાજ ઠાકરે પર નિશાનો સાધતા કહ્યું કે, જેવી રીતે જિહાદીઓ સમાજને તોડવાની કોશિશ કરે છે, તેવી જ રીતે આ બંને કરી રહ્યા છે. રાણેએ પોપ્‍યુલર ફ્રન્‍ટ ઓફ ઇન્‍ડિયા પીએફઆઇ અને સિમી જેવા સંગઠનોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, ઁજેમ તેઓ હિન્‍દુ રાષ્‍ટ્રની વિભાવનાની વિરુદ્ધ કામ કરે છે, તેમ ઠાકરે બંધુઓ પણ તેનાથી અલગ નથી.(૩૮.૭)

(10:16 AM IST)