<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

સ્પેનમાં ભારે વરસાદ બાદ 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : એરપોર્ટની છત ધરાશાયી

અલ્મેરિયા કિનારા નજીક કાબો ડી ગાટા વિસ્તારમાં ભૂકંપ :કોસ્ટા ડેલ સોલ અને એલિકેન્ટ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ તેના આંચકા અનુભવાયા

દક્ષિણ સ્પેનમાં એક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી છે.થોડા કલાકો પહેલા જ ભારે વરસાદ અને પૂરને કારણે આ વિસ્તારમાં જનજીવન ખોરવાઈ ગયું છે.   

એક અહેવાલ મુજબ ભૂકંપના આંચકાને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં એક એરપોર્ટની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે

સ્પેનની નેશનલ જિયોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે સવારે 7:13 વાગ્યે અલ્મેરિયા કિનારા નજીક કાબો ડી ગાટા વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા IV-V એટલે કે યુરોપિયન મેક્રોઈઝમિક સ્કેલ પર મધ્યમથી મજબૂત નોંધાઈ હતી. કોસ્ટા ડેલ સોલ અને એલિકેન્ટ જેવા લોકપ્રિય પર્યટન સ્થળોએ તેના આંચકા અનુભવાયા હતા. સ્પેનમાં ઈમરજન્સી સેવાઓ એલર્ટ પર છે અને વધુ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ભૂકંપના થોડા કલાકો પહેલા જ આ વિસ્તારમાં અચાનક પૂર અને ભારે વરસાદથી ઘણું નુકસાન થયું હતું. ઈમરજન્સી ટીમો વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. સ્પેનની નેશનલ જિયોગ્રાફિક ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 7:13 વાગ્યે અલ્મેરિયા નજીક કાબો ડી ગાટા દરિયાકાંઠાના વિસ્તારમાં આવ્યો હતો. આ ભૂકંપ કોસ્ટા ડેલ સોલ અને એલિકેન્ટ જેવા લોકપ્રિય પર્યટન સ્થળો સુધી અનુભવાયો હતો. 

 

(12:35 AM IST)