News of Tuesday, 15th July 2025
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમા શ્રાવણ માસ નિમિત્તે ઠાકોરજીના હિંડોળાના દશૅન યોજાયા :વિશાળ સંખ્યામાં દશૅનનો લાહવો લેતા ઓકલેન્ડવાસીઓ વૈષ્ણવો
ન્યૂઝીલેન્ડના ખ્યાતનામ સત્સંગીઑ દવારા સંગીત સૈલીમા સત્સંગ અને શ્રીનાથજીના ભજન યોજાયા : ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રેસિડેન્ટ વિનય મહેતા, સેકટરી જયમીન શાહ સહિતનાની આગેવાનીમા આયોજન

( ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા)ધોરાજી તા.૧૫ : ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વૈષ્ણવ પરિવાર ધ્વારા શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળાના દશૅન યોજાયા હતા અને ભગવાન શ્રીનાથજીને શણગાર કરીને હિંડોળામાં બિરાજમાન કરી વૈષ્ણવો દ્વારા હિંડોળા ઝુલાવી દશૅન કરેલ હતા.
આ તકે ન્યૂઝીલેન્ડના ખ્યાતનામ સત્સંગીઑ દવારા સંગીત સૈલીમા સત્સંગ અને શ્રીનાથજીના ભજન યોજાયાં હતાં આતકે ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ શહેરમાં થી વિશાળ સંખ્યામાં વૈષ્ણવો હાજર સત્સંગ અને શ્રીનાથજીના ભજન નો લાભ લઇ દશૅન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી આ તકે વૈષ્ણવ પરિવાર ન્યૂઝીલેન્ડના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેસિડેન્ટ વિનય મહેતા અને સેકટરી જયમીન શાહ સહિતનાઓએ તમામ વૈષ્ણવોને આવકારેલ હતા.
વરસતાં વરસાદમાં પણ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો હાજર રહી ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આ કાયૅકમને સફળ બનાવવા ન્યૂઝીલેન્ડ વૈષણવ પરીવારના પ્રેસિડેન્ટ વિનય મહેતા અને સેવાભાવી વૈષ્ણવોની ટીમની સેવાઓને બિરદાવી હતી.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
