News of Tuesday, 15th July 2025
ભારે વરસાદ બાદ ન્યૂજર્સીમાં જળબંબાકાર :અચાનક પૂરના પાણી ફરી વળતા ભારે હાલાકી
ન્યુજર્સીમાં તંત્રએ ઈમરજન્સીની જાહેરાત કરી. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઇ.

અમેરિકા: ભારે વરસાદ બાદ ન્યુજર્સીમાં જળબંબાકરની સ્થિતિ છે. અચાનક પૂરના પાણી ફરી વળતા લોકો હાલાકીમાં છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ન્યુયોર્કમાં સબવે સ્ટેશનમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે
. ન્યુજર્સીમાં તંત્રએ ઈમરજન્સીની જાહેરાત કરી છે અને લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઇ છે ન્યુયોર્કમાં બેઝમેન્ટમાં રહેતા લોકોને સ્થળાંતર માટે એલર્ટ કરાયા છે નેશનલ વેધર સર્વિસ દ્વારા વોર્નિંગ જાહેર કરાઈ છે
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
