News of Tuesday, 15th July 2025
સ્પાઈસ જેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટનાઃ બે મુસાફરોએ કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો
બંને મુસાફરોને દિલ્હી એરપોર્ટ ઉતારીને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા.૧૫: અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એવિએશન ઉદ્યોગના પડકારો અને ચિંતામાં વધારો થયો છે. જેમાં સોમવારે દિલ્હીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના બની હતી. જેમાં વિમાનમાં સવાર બે મુસાફરોએ જબરજ્સ્તી કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાન મુંબઈ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે આ સ્થિતિમાં વિમાનને ફરી બે પર લાવવામાં આવ્યું હતું. તેમજ બંને મુસાફરોને દિલ્હી એરપોર્ટ ઉતારીને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ૧૪ જુલાઈના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બે મુસાફરોએ વિમાનના કોકપીટમાં જબરજ્સ્તી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જે સીધી રીતે વિમાનના ઓપરેશનને અડચણ ઉભી કરી શકે તેમ હતું. જેના લીધે બે મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમજ વિમાનના ઉડ્ડયન પર નજર રાખનારી વેબસાઈટ અનુસાર આ ઘટના લીધે ફલાઈટ નંબર ૯૨૮૨ જે બપોરે ૧૨ વાગે રવાના થવાની હતી તે સાંજે ૭ અને ૨૧ વાગે રવાના થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના તપાસ અહેવાલ બાદ ભારતમાં સેવા આપતી તમામ એરલાઇન્સને તેમના બોઇંગ ૭૮૭ કાફલામાં ફયુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવું પડશે. ડીજીસીએ આ નિર્દેશ આપ્યો છે. આ તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ ડીજીસીઆઈએ નિર્દેશ આપ્યો છે.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
