<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો : ભાવ એક લાખને પાર પહોંચ્યો: ચાંદીમાં સ્થિરતાનો માહોલ

જાણો દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, કોલકતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં શું રહ્યો સોનાનો ભાવ

નવી દિલ્હી : ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. 15 જુલાઈએ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. 

  આજે સોનાના 24 કેરેટ સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી ગયા છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,00,040 રુપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.  
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,560 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,890 રૂપિયા છે

   અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,610 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,940 રૂપિયા છે 

  ચાંદીના ભાવમાં આજે સ્થિર રહ્યા છે. આજે 15 જુલાઈ મંગળવારના રોજ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. 

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે  

(2:03 PM IST)