News of Tuesday, 15th July 2025
વરસાદથી રાજસ્થાનમાં ૧૨ તથા હિમાચલમાં ૪ના મોત

નવી દિલ્હી : દેશમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે મેઘરાજાએ હિમાચલ -દેશને બાનમાં લીધું છે. વરસાદને કારણે અલગ-અલગ ઘટનાઓમાં હિમાચલમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે રાજસ્થાનમાં ૧૨ લોકોના મોત થયા છે. કોટામાં પાણીમાં તણાતા ૫ લોકોના મોત થયા છે. હિમાચલમાં ૨૦૦થી વધુ રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે, જેમાંથી મોટાભાગના મંડીમાં છે, જ્યારે ઝારખંડના ૧૨ જિલ્લાઓ માટે અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. યુપીમાં ભારે વરસાદને કારણે ગંગા અને યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
