News of Wednesday, 16th July 2025
પતિને ફસાવવા ૬ વર્ષની પુત્રીની હત્યાઃ લાશને સામે રાખી મહિલાએ બોયફ્રેન્ડ સાથે કરી દારૂ પાર્ટી
માતાની ક્રૂરતાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

લખનઉં, તા.૧૬: લખનઉંમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૬ વર્ષની નાની બાળકીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. પોલીસે છોકરદ્ધીની માતા રોશની ખાન અને તેના લિવ-ઇન પાર્ટનર ઉદિત જયસ્વાલની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રોશનીએ તેના પતિ શાહરુખને ફસાવવા માટે તેની પુત્રીની હત્યા કરી હતી. એટલું જ નહીં, તેણે લાશને સાથે રાખીને પાર્ટી પણ કરી હતી.
DCP વેસ્ટ વિશ્વજીત શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે લગભગ ૩ વાગ્યે કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. રોશનીએ જણાવ્યું હતું કે, તેના પતિ શાહરુખે તેની પુત્રીની હત્યા કરી છે. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગુના સ્થળની તપાસ શરૂ કરી હતી, પરંતુ મળતદેહમાંથી આવતી ગંધ અને રોશનીના વારંવાર બદલાતા નિવેદનોથી પોલીસમાં શંકા ઉભી થઈ હતી.
પોલીસ અને ફોરેન્સિક ટીમને થોડા સમય પહેલા મોત થઈ હોવાની શંકા હતી, જેની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ મળી હતી. રિપોર્ટમાં ખુલાસો થયો કે, મળતદેહને ૩૬ કલાક જેટલો સમય વિતી ગયો હતો અને સનાનું મળત્યુ ગૂંગળામણને કારણે થયું હતું, જેમાં એવું બહાર આવ્યું કે, તેનું મોં અને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસને રોશની પર શંકા ગઈ હતી. કડક પૂછપરછ બાદ રોશનીએ તેની પુત્રી સનાની હત્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે, તેણે આ ગુનો તેના પતિ શાહરુખને ફસાવવાના ઈરાદાથી કર્યો હતો. બારમાં કામ કરતી રોશની તેના પતિથી અલગ રહેતી હતી અને થોડા સમયથી ઉદિત જયસ્વાલ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. બાળકી સના પણ તેની માતા સાથે રહેતી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, શાહરુખ અને રોશની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, ત્યારબાદ તે તેના લિવ-ઇન પાર્ટનર ઉદિત અને પુત્રી સાથે અલગ રહેતી હતી. રવિવારે રાત્રે જ તેણે તેના પતિ શાહરુખને તેની પુત્રીની હત્યા કરીને ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. સોમવારે રાત્રે જ્યારે શાહરુખ ઘરે પહોંચ્યો ત્યારે રોશની ફરી ઝઘડો થયો અને તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પોલીસે શાહરુખનું લોકેશન ટ્રેસ કર્યું અને તેણે પૂછપરછ દરમિયાન આખી ઘટના જણાવી હતી.
પોલીસે કહ્યું કે, રોશની વારંવાર તેના નિવેદનો બદલી રહી હતી અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તેના લિવ-ઇન પાર્ટનર ઉદિત ભાંગી પડ્યો અને હત્યાની આખી ઘટના જણાવી હતી. તેણે કહ્યું કે, રવિવારે રાત્રે જ સનાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ પછી, તેઓએ ત્યાં પાર્ટી પણ કરી હતી. ત્યારબાદ સોમવારે શાહરુખ ઝઘડો કરીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોલીસને તેને ફસાવવા માટે હત્યાની જાણ કરવામાં આવી હતી.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
