News of Thursday, 17th July 2025
પતિને અફેર હતું..સસરાએ કર્યુ જાતીય શોષણઃ શારજાહમાં કેરળની મહિલાએ તેની પુત્રી સાથે આત્મહત્યા કરી
સુસાઇડ નોટમાં પતિ, સસરા અને ભાભી પર જાતીય શોષણ, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે

શારજાહ તા.૧૭: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શારજાહ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કેરળની ૩૩ વર્ષીય મહિલા ૨૦૨૦ માં લગ્ન પછી શારજાહ ગઈ હતી. તે અલ નાહદાના એક એપાર્ટમેન્ટમાં તેની એક વર્ષની પુત્રી સાથે મળત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યા બાદ આત્મહત્યાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલાના ફેસબુક એકાઉન્ટ પર મળેલી એક સુસાઇડ નોટ સમગ્ર ઘટનાનું ભયાનક સત્ય ઉજાગર કરે છે, જેમાં તેણીએ તેના પતિ, સસરા અને ભાભી પર જાતીય શોષણ, દહેજ ઉત્પીડન અને માનસિક ત્રાસ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.
મહિલાએ સોશિયલ મીડિયા પર જે સુસાઇડ નોટ છોડી છે તેમાં તેના સાસરિયાઓ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સુસાઈડ નોટ મુજબ, દહેજની સતત માંગણી કરવામાં આવતી હતી અને જ્યારે તેણીએ ના પાડી ત્યારે તેને માર મારવામાં આવતો હતો. તેના પતિની ગુપ્ત સંમતિથી તેના સસરા દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. પતિ તેના અશ્લીલ વીડિયો બતાવીને તેને સેક્સ માટે દબાણ કરતો હતો. પતિ કહેતો, મેં તારી સાથે ફક્ત મારા માટે જ નહીં, પણ મારા પિતા માટે પણ લગ્ન કર્યા છે. તેણીના ગોરા રંગને કારણે, તેણીના પતિ અને પરિવાર દ્વારા તેણીનું માથું મુંડન કરાવ્યું હતું જેથી તેણી ઓછી આકર્ષક દેખાય. જ્યારે મહિલાએ તેના પતિને અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો, ત્યારે તેની માસૂમ પુત્રી પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો.
મહિલાની માતાની ફરિયાદ અને સુસાઈડ નોટના આધારે, કેરળના કુંડારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે જ્યારે તેના સાળા અને સસરાને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ ૮૫ (ષાી પ્રત્યે ક્રૂરતા), ૧૦૮ (આત્મહત્યા માટે ઉશ્કેરવું), દહેજ પ્રતિબંધ અધિનિયમ, ૧૯૬૧, કલમ ૩ (દહેજ લેવું અથવા આપવું) અને કલમ ૪ (દહેજ માંગવા બદલ સજા) હેઠળ સહ-આરોપી બનાવવામાં આવ્યા છે.
પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેની પુત્રીનો સંપર્ક કપાઈ ગયો હતો. સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પુત્રીએ કાનૂની છૂટાછેડા માટે નોટિસ પણ મોકલી હતી. પૌત્રી સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું.(૩૮.૪)
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
