News of Thursday, 17th July 2025
૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ સૌથી સ્વચ્છઃ ભોપાલ બીજા ક્રમે અને લખનૌ ત્રીજા ક્રમે
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની યાદીમાં બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે

નવી દિલ્હી, તા.૧૭: સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના અમદાવાદને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં મધ્યપ્રદેશના ભોપાલને બીજું સ્થાન મળ્યું છે અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌને ત્રીજું સ્થાન મળ્યું છે.આ રેન્કિંગ ગળહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. ગયા વર્ષે આવી કોઈ શ્રેણી નહોતી. ગયા વર્ષે, લખનૌ પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ૪૪મા ક્રમે હતું. ગયા વર્ષે અમદાવાદ પાંચમા સ્થાને હતું.
ગુરુવારે જાહેર થયેલા સ્વચ્છ સર્વેક્ષણના પરિણામોમાં, મધ્યપ્રદેશના ઇન્દોરે સતત આઠમી વખત દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ જીત્યો છે. ઇન્દોર પછી, સુરત બીજા સ્થાને હતું અને નવી મુંબઈ ત્રીજા સ્થાને હતું. ત્રણ થી દસ લાખની વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં નોઈડાને સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. નોઈડા પછી, ચંદીગઢ અને મૈસુરને સ્થાન મળ્યું. રાજધાની નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ વિજેતા શહેરોને પુરસ્કારો એનાયત કર્યા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી પણ હાજર રહ્યા હતા. (રર.૨૦)
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
