<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

૨ સગા ભાઈઓએ એક છોકરી સાથે ધૂમધામથી કર્યા લગ્ન

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્‍લામાં બે ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા છે. જૂની પરંપરા મુજબ થયેલા આ લગ્નની ચર્ચા રાજ્‍યભરમાં થઈ રહી છે. લગ્નના વીડિયો પણ સામે આવ્‍યા છે

 

 

શિલ્‍લાઈ (સિરમૌર),તા.૧૮: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્‍લામાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્‍યા છે. અહીં બે ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા છે. આ લગ્નની ચર્ચા હવે આખા રાજ્‍યમાં થઈ રહી છે. લગ્નના કેટલાક વીડિયો પણ સામે આવ્‍યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂની પરંપરાને જાળવી રાખતા, બે ભાઈઓએ એક જ છોકરી સાથે લગ્ન કર્યા છે.

મળતી માહિતી મુજબ, આ રાજ્‍યના સિરમૌર જિલ્‍લાના શિલ્‍લાઈનો કિસ્‍સો છે. આ લગ્ન ૧૨, ૧૩ અને ૧૪ જુલાઈના રોજ ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. લગ્નના છેલ્‍લા દિવસે બે વરરાજા તેમની દુલ્‍હનો સાથે સ્‍ટેજ પર જોવા મળ્‍યા હતા. મહત્‍વની વાત એ છે કે બે ભાઈઓના આ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા હતા. આ દરમિયાન પરિવાર ઉપરાંત ગામના ઘણા લોકોએ પણ તેમાં જોડાયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ લગ્નમાં ઢોલ નગારા પણ વગાડવામાં આવ્‍યા હતા અને વીડિયો શૂટ પણ કરવામાં આવ્‍યો હતો.

જૂની પરંપરા મુજબ લગ્નનોંધનીય છે કે ઉત્તરાખંડના સિરમૌર અને જાૈંસર બાવરમાં, જૂના સમયમાં ઘણા લોકો એક ષી સાથે લગ્ન કરતા હતા. આ પરંપરા હેઠળ, બે કે તેથી વધુ ભાઈઓ એક જ છોકરી સાથે લગ્ન કરે છે. જોકે આધુનિક સમયમાં આ પરંપરા નથી રહી અને ૭૦ અને ૮૦ ના દાયકા પછી આવા લગ્ન ભાગ્‍યે જ જોવા મળતા હતા. પરંતુ તાજેતરનો કિસ્‍સો સામે આવતા, લગ્નની ચર્ચા થઈ રહી છે. 

એવું માનવામાં આવે છે કે જમીન અને મિલકતના વિભાજનને ટાળવા માટે બે કરતાં વધુ ભાઈઓ એક જ ષી સાથે લગ્ન કરતા હતા. જ્‍યારે જૂના સમયમાં પુરુષો લાંબા સમય સુધી કામની શોધમાં બહાર જતા હતા અને આવી સ્‍થિતિમાં, પત્‍ની પરિવારના અન્‍ય ભાઈઓ સાથે રહેતી હતી અને સામાજિક અને ઘરેલું જવાબદારીઓ નિભાવતી હતી. નોંધનીય છે કે અગાઉ કિન્નૌર જિલ્‍લામાં પણ આવી જ પરંપરા હતી. આ પરંપરા પાંડવો સાથે પણ જોડાયેલી હતી.

લગ્ન વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી ન હતી બીજી તરફ, આ લગ્નની ચર્ચા પછી, વિસ્‍તારના લોકો પણ તેના વિશે વધુ વાત કરી રહ્યા નથી. તે જ સમયે સોશિયલ મીડિયા પર લોકો આ લગ્ન પર સવાલ પર સવાલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભૂતકાળ અને હાલના સમયમાં ઘણું પરિવર્તન આવ્‍યું છે. સૌથી મોટો સવાલ એ છે કે છોકરી બે ભાઈઓ સાથે લગ્ન કરવા માટે કેવી રીતે રાજી થઈ ગઈ.(૪૦.૨)૭

(10:04 AM IST)