<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ભારત સરકારના કેબીનેટ મંત્રી-મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણનું રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા

વિદ્યાર્થી પરિષદમા સાથે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા : પરસોતમભાઈ રૂપાલા, રમેશભાઈ ટીલાળા, ડો.માધવભાઈ દવે સહિતના ઉપસ્થિત

રાજકોટ : ભારત સરકારના ખેતીવાડી,ખેડૂત વેલ્ફેર,અને રૂરલ ડેવલપમેન્ટ ખાતાના કેબીનેટ મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી  શિવરાજસિહ ચૌહાણ રાજકોટની ટૂંકી મુલાકાતે આવેલ હતા. રાજકોટના ઇન્ટરનેશનલ એરપોટૅ ખાતે રાજ્ય સભાના સભ્ય  રામભાઈ મોકરીયાએ શિવરાજ સિંહ ચૌહાણનું ઉષ્માભર્યું સ્વાગત કરેલ હતું અને વિદ્યાર્થી પરિષદમા સાથે કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળેલ હતા.આ  તકે લોકસભાના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે સહિતના ઉપસ્થિત રહયા હતા જે તસવીરમાં નજરે પડે છે.

(9:54 PM IST)