<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજકોટની તન્વી એક્ષપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્યા નિપજાવી ૧ા કરોડની લૂંટઃ કલાકોમાં ભેદ ખુલ્યો-યુપીના ૪ ઝડપાયા : આજી જીઆઇડીસીમાં સોના-ચાંદીના દાગીનાની મેન્‍યુફેક્‍ચરીંગ પેઢી પાસે જ આવેલી રીફાઇનરી બહાર સાંજે ૮ વાગ્‍યે લૂંટારાઓએ ફાયરીંગ કરી ત્રણ ગોળી ધરબી હત્‍યા કરી લૂંટ ચલાવી હતીઃ સવાર સુધીમાં પોલીસે ભેદ ખોલી નાંખ્‍યો : સોના-ચાંદીના તમામ દાગીના કબ્‍જેઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિકની રાહબરી અને ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચ, એલસીબી,થોરાળા સહિતની ટીમોએ આરોપીઓને સવારે અમદાવાદ-મહેસાણા નજીક દબોચી લીધા : પૂર્વ કર્મચારીની પણ સંડોવણી ખુલીઃ તેની ટીપથી યુપીના ૪ શખ્‍સોએ ઘટનાને અંજામ આપ્‍યાની વિગતો ખુલી : સિક્‍યુરીટી ગાર્ડ બાવનજી પઢીયાર પણ લાલજીભાઇ સાથે હતાં: બંનેએ પ્રતિકાર કર્યો પણ ફાયરીંગ થતાં સિક્‍યુરીટી ગાર્ડ કંઇ કરી ન શક્‍યા : સાંજે સાતેક વાગ્‍યે રીફાઇનરીમાંથી બાબુભાઇ કાકડીયાએ દાગીના તૈયાર હોવાનો ફોન કર્યોઃ કર્મચારી લાલજીભાઇ અને સિક્‍યુરીટી ગાર્ડ ચાલીસ મિટર દૂર આવેલી રીફાઇનરી ખાતે ગયાઃ ત્‍યાંથી આઠેક વાગ્‍ય નીકળ્‍યા એ સાથે જ બે લૂંટારા ત્રાટક્‍યા ને હત્‍યા-લૂંટનો ભોગ બન્‍યા : થોરાળા પોલીસે પેઢીના સંચાલક બીપીનભાઇ વીરડીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો2:40 PM IST

માતા સ્‍કંદમાતાની પૂજા કરવાથી સંતાનસુખ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાની ધાર્મિક માન્‍યતા : આજે નવરાત્રિનું પાંચમુ નોરતું: મા સ્‍કંદમાતાની આરાધનાનો પવિત્ર દિવસ : કોણ છે મા સ્‍કંદમાતા...?, મા સ્‍કંદમાતા ની પૌરાણિક કથા, મા સ્‍કંદમાતા નું સ્‍વરૂપ કેવું છે....?, શા માટે પાંચમા નોરતે જ મા સ્‍કંદમાતા ની પૂજા શા માટે કરવામાં આવે છે...?, મા સ્‍કંદમાતા ની પૂજાવિધિ, મા સ્‍કંદમાતાનો પવિત્ર મંત્ર, ૐ દેવી સ્‍કંદમાતાયૈ નમઃ& મા સ્‍કંદમાતા ને કયો ભોગ ધરાવવામાં આવે છે...?, પાંચમા નોરતે કયો રંગ પહેરવો જોઈએ....?, મા સ્‍કંદમાતા ની પૂજા કરવાથી શું ફળ મળે છે....?, સંતાનસુખ માટે કેમ થાય છે વિશેષ પૂજા....?, પાંચમા નોરતે શું કરવું અને શું ધ્‍યાનમાં રાખવું....?, મા સ્‍કંદમાતા નો આધ્‍યાત્‍મિક સંદેશ1:21 PM IST

દાઉદી વ્‍હોરા સમાજના વેપારી સહિત ત્રણ સાથે સોના પર લોન લેવાના નામે ૧ર.૮૦ લાખની ઠગાઇ : સમાજમાંથી લોન લેવાના બદલે જ્ઞાતિના શેખહુસેન સાંઇવાલા પાસેથી સોનુ મુકી ૩૧ લાખ લઇ જીજર દલાલે ઠગાઇ કરતા બી-ડીવીઝનમાં ફરીયાદ : સદર બજારના હુસેનભાઇ ભારમલ, તેના બે મિત્રો અને તેના જુના મિત્ર આરોપી જુજર દલાલે સમાજમાંથી સોના પર લોન લેવાનુ નકકી કર્યુ પરંતુ લોન ન લઇ જુજર દલાલે વિશ્વાસઘાત કર્યાનો આરોપ : આમીલ સાહેબે કહ્યું-જુજરે મારી પાસે સોનુ મુકી અને લોન લીધી છે, સોના પર લોનની રકમ આ જુજરને મે ચુકવી આપેલ છેઃ જુજર આવી જશે અને મારી પાસેથી લોનની રકમ જે લીઘેલ છે તેની ભરપાઈ કરી આપેશે એટલે હું સોનુ પાછુ આપીશ3:30 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST