News of Monday, 21st July 2025
જગન દર મહિને ૫૦ થી ૬૦ કરોડની લાંચ લેતા હતા
આંધ્ર પ્રદેશ દારૂ કૌભાંડઃ ૩૦૫ પાનાની ચાર્જશીટ દાખલ

અમરાવતી,તા.૨૧: આંધ્રપ્રદેશમાં ૩,૫૦૦ કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પર દર મહિને ૫૦-૬૦ કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે, જોકે તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી. ચાર્જશીટમાં રાજશેખર રેડ્ડીને માસ્ટરમાઇન્ડ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ કેસમાં YSRCP સાંસદ મિધુન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે, જેને પાર્ટીના નેતાઓએ રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે.
આંધ્ર પ્રદેશ પોલીસે ૩,૫૦૦ કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં સ્થાનિક કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી દર મહિને સરેરાશ ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાની લાંચ લેતા હોવાનું કહેવાય છે. શનિવારે ૩૦૫ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમાં જગનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું નથી. કોર્ટે હજુ સુધી આ ચાર્જશીટ પર ધ્યાન આપ્યું નથી.
ચાર્જશીટમાં જણાવાયું છે કે આ રકમ સૌપ્રથમ કેસિરેડ્ડી રાજશેખર રેડ્ડી (આરોપી નંબર ૧) ને આપવામાં આવી હતી. ત્યારબાદ આ પૈસા વિજય સાઈ રેડ્ડી (આરોપી નં. ૫), મિધુન રેડ્ડી (આરોપી નં. ૪) અને બાલાજી (આરોપી નં. ૩૩) ને આપવામાં આવ્યા, જેમણે આખરે તે પૈસા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી ને આપી દીધા. દર મહિને સરેરાશ ૫૦-૬૦ કરોડ રૂપિયા એકત્ર થતા હતા. આ વાત એક સાક્ષીના નિવેદનથી પણ સાબિત થઈ છે.
તેમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજશેખર રેડ્ડી સમગ્ર કૌભાંડના 'માસ્ટરમાઇન્ડ અને સહ-ષડયંત્રકાર' હતા. તેમણે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કર્યો અને ઓર્ડર ફોર સપ્લાય (OFS) ની ઓટોમેટેડ સિસ્ટમને મેન્યુઅલ પ્રક્રિયાથી બદલી. ઉપરાંત, તેમણે આંધ્ર પ્રદેશ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડ (APSBCL) માં પોતાના વિશ્વાસુ લોકોની નિમણૂક કરી.
રાજશેખર રેડ્ડીએ કથિત રીતે નકલી ડિસ્ટિલરીઓ બનાવી હતી અને બાલાજી ગોવિદપ્પા નામના આરોપી દ્વારા જગનને લાંચ પહોંચાડી હતી. ઉપરાંત, તેમણે ભૂતપૂર્વ ધારાસભ્ય ચેવિરેડ્ડી ભાસ્કર રેડ્ડી સાથે મળીને ચૂંટણીમાં ળ્લ્ય્ઘ્ભ્ને ૨૫૦ થી ૩૦૦ કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. આ રકમ ૩૦ થી વધુ નકલી કંપનીઓ દ્વારા લોન્ડર કરવામાં આવી હતી અને વિદેશમાં જમીન, સોના અને મોંઘી મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. દુબઈ અને આફ્રિકામાં પણ કેટલાક રોકાણો કરવામાં આવ્યા હતા.
પોલીસનો દાવો છે કે આરોપીઓએ YSRCP સરકાર દરમિયાન બજારમાં દારૂની નવી બ્રાન્ડ્સ રજૂ કરી હતી જેથી તેઓ પુરવઠા અને વેચાણ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે અને ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી જંગી કમિશન મેળવી શકે. ચાર્જશીટમાં જણાવાયું છે કે આરોપીઓએ સાથે મળીને એક્સાઇઝ નીતિ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કર્યા જેથી તેઓ જંગી કમિશન મેળવી શકે. આ કમિશનનો મોટાભાગનો ભાગ રોકડ અને સોનાના રૂપમાં લેવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન, એ પણ પ્રકાશમાં આવ્યું કે આરોપીઓએ ઇરાદાપૂર્વક તે બ્રાન્ડ્સ/ડિસ્ટિલરીઓને બ્જ્લ્ મંજૂર કર્યા ન હતા જે લાંચ આપતા ન હતા. શનિવારે આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ળ્લ્ય્ઘ્ભ્ લોકસભા સાંસદ પીવી મિધુન રેડ્ડીની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. મે મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ આ દારૂ કૌભાંડ અંગે મની લોન્ડરિગનો કેસ નોંધ્યો હતો.
ED એ આ મામલાની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિગ એક્ટ (PMLA) હેઠળ ચ્ઘ્ત્ય્ દાખલ કર્યો છે. મિધુન રેડ્ડીની ધરપકડ બાદ, YSRCP નેતાઓએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી છે. વાયએસઆરસીપીની એક પ્રેસ રિલીઝમાં, ભૂતપૂર્વ મંત્રીઓ બોત્ચા સત્યનારાયણ, પેરાની વેંકટરામૈયા (નાની), અંબાતી રામબાબુ, મેરુગુ નાગાર્જુન અને પાર્ટીના મહાસચિવ જી શ્રીકાંત રેડ્ડીએ આ કાર્યવાહીની નિદા કરી અને કહ્યું કે મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
