<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ - ૮૫:‘‘ ના-કાંઇ''નો વિચાર કરવાથી સીમિત આત્‍મા અસીમ બની જાય છે''

જો તમે સોચ-વિચાર કરી રહ્યા ના હોય તો તમે અસીમ છો. વિચાર તમને સીમા આપે છે અને સીમાઓ અનેક જાતની છે. તમે હિન્‍દુ છો, આ એક સીમા છે. હિન્‍દુ હોવું કોઇ વિચાર સાથે, કોઇ વ્‍યવસ્‍થા સાથે, કોઇ ઢંગ-ઢાંચા સાથે બંધાયેલા હોવું છે. તમે ખ્રિસ્‍તી છો, એ પણ એક સીમા છે. ધાર્મિક માણસ કદાપી હિન્‍દુ કે ખ્રિસ્‍તી હોઇ શકતો નથી. જો કોઇ માણસ હિન્‍દુ કે ખ્રિસ્‍તી છે તો તે ધાર્મિક નથી, અસંભવ છે કારણ કે એ બધા વિચાર છે. ધાર્મિક માણસનો અર્થ એ છે કે તે વિચારથી બંધાયેલો નથી. તે કોઇ વિચારથી સીમિત નથી, કોઇ વ્‍યવસ્‍થાથી, કોઇ ઢંગ-ઢાંચાથી બંધાયેલો નથી. તે મનની સીમામાં જીવતો નથી તે અસીમમાં જીવે છે.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:47 AM IST)