<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

૨૦૦૬ મુંબઇ ટ્રેન બ્‍લાસ્‍ટ કેસ : ૧૯ વર્ષ બાદ આવ્‍યો ચુકાદો : ૭ વિસ્‍ફોટ : ૧૮૯ લોકોનાં મોત : તમામ આરોપી નિર્દોષ જાહેર

૧૧ જુલાઇ ૨૦૦૬ના રોજ થયેલા ભયાનક લોકલ ટ્રેન બોંબ ધડાકા કેસમાં બોમ્‍બે હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો : નીચલી અદાલતે દોષિત ઠેરવેલા ૧૨માંથી ૧૧ને નિર્દોષ જાહેર કર્યા : એક પણ આરોપી વિરૂધ્‍ધ નક્કર પુરાવા ન મળ્‍યા

મુંબઇ, તા.21: 2006ના મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતાં, બોમ્બે હાઈકોર્ટે ખાસ ટાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આમાંથી 5 આરોપીઓને અગાઉ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 7 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. હાઈકોર્ટે બધાને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ. ચાંડકની ડિવિઝન બેન્ચે આ ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે ૅજે પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં કોઈ નક્કર તથ્ય નહોતું, અને તેના આધારે ૅબધા આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈ લોકલ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં 19 વર્ષ પછી બોમ્બે હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકાર આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. સરકારી વકીલ કહે છે કે તેઓ નિર્ણયની નકલનો અભ્યાસ કર્યા પછી આગળની કાનૂની રણનીતિ નક્કી કરશે. આ નિર્ણય માત્ર 12 લોકોને નિર્દોષ જાહેર કરવા પર જ નહીં, પરંતુ એક દાયકાથી વધુ સમય સુધી ચાલેલી ન્યાયિક પ્રક્રિયાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે, જેમાં સેંકડો સાક્ષીઓ, સેંકડો દસ્તાવેજો અને હજારો પાનાની દલીલો સામેલ છે અને 189 લોકોના મોતના જવાબદાર કોણ?

આ કેસની સુનાવણી જાન્યુઆરી 2025માં પૂર્ણ થઈ હતી, અને ત્યારથી કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. યરવડા, નાસિક, અમરાવતી અને નાગપુર જેલમાં બંધ આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે દોષિતોની અપીલ સ્વીકારી જ નહીં, પરંતુ મૃત્યુદંડની પુષ્ટિ માટે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજીને પણ ફગાવી દીધી.

કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા લગભગ તમામ સાક્ષીઓના નિવેદનો અવિશ્વસનીય હોવાનું જણાયું. ખાસ કરીને, કોર્ટે ટેક્સી ડ્રાઇવરો અથવા અન્ય પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પર પ્રશ્ન  ઉઠાવ્યો જેમણે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. કોર્ટે ટિપ્પણી કરી કે વિસ્ફોટના લગભગ 100 દિવસ પછી સામાન્ય માણસ માટે શંકાસ્પદ વ્યક્તિને યાદ રાખવું સ્વાભાવિક નથી.

11મી જુલાઈનો દિવસ હજુ પણ એ પરિવારોની યાદમાં તાજો રહેશે જેમણે પોતાની આંખોથી મુંબઈ બોમ્બ વિસ્ફોટ જોયો હતો. આ હુમલાઓ મુંબઈ લોકલ ટ્રેનોમાં કરવામાં આવ્યા હતા. મુંબઈની લોકલ ટ્રેનો ત્યાંના લોકો માટે મુસાફરીનું સૌથી મોટું માધ્યમ છે. આ ટ્રેનોમાં હંમેશા ભીડ રહે છે. હુમલાખોરોએ તેમને કાળજીપૂર્વક પસંદ કર્યા હતા. અહેવાલો અનુસાર, આ વિસ્ફોટોમાં 189 લોકો માર્યા ગયા હતા. બ્લાસ્ટના આરોપમાં ધરપકડ કરાયેલા 11 લોકોને આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે, કુલ 12 આરોપીઓમાંથી એકનું જેલમાં મૃત્યુ થયું હતું.

વિસ્ફોટ સંબંધિત પુરાવા, જે ફરિયાદ પક્ષે પુન:પ્રા(81) કરવાની વાત કરી હતી પ્ર જેમ કે બોમ્બ, શસ્ત્રો, નકશા વગેરે પ્રશ્ન ને પણ કોર્ટે કેસ માટે અપ્રસ્તુત ગણાવ્યા. કોર્ટે સ્પષ્ટતા કરી કે જ્યારે વિસ્ફોટમાં કયા પ્રકારનો બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સાબિત કરી શક્યું નથી, ત્યારે આવી પુન:પ્રાε(81)નું કોઈ મહત્વ નથી.

11 જુલાઈ 2006 ની સાંજે, મુંબઈની લોકલ ટ્રેનમાં માત્ર 11 મિનિટમાં સાત અલગ અલગ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં 189 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 827 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.

આ કેસમાં, મહારાષ્ટ્ર ખ્વ્લ્ એ કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 15 અન્ય લોકોને ફરાર જાહેર કર્યા હતા, જેમાંથી ઘણા પાકિસ્તાનમાં હોવાની શંકા છે. તપાસ એજન્સીએ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (પ્ઘ્બ્ઘ્ખ્) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) એક્ટ (શ્ખ્ભ્ખ્) હેઠળ કેસ નોંધ્યો હતો. નવેમ્બર 2006 માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી, 2015 માં, ટ્રાયલ કોર્ટે 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી 5 ને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

2015 માં જ, રાજ્ય સરકારે ટ્રાયલ કોર્ટ દ્વારા જાહેર કરાયેલ મૃત્યુદંડની સજાને સમર્થન આપવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પછી, 2019 થી 2023 ની વચ્ચે, દોષિતોએ તેમની સજા અને દોષિત ઠેરવવાને પડકારતી અપીલ પણ દાખલ કરી હતી. જો કે, પુરાવાઓની વિશાળ માત્રા અને કેસની જટિલતાને કારણે, આ અપીલો લાંબા સમય સુધી સુનાવણી માટે પેન્ડિંગ રહી હતી. આ કેસ ઘણી વખત અલગ અલગ બેન્ચ સમક્ષ લિસ્ટેડ થયો હતો પરંતુ નિયમિત સુનાવણી થઈ શકી ન હતી. અંતે, એક દોષિત એહતેશામ સિદીકીએ અપીલની ઝડપી સુનાવણી માટે અરજી દાખલ કર્યા પછી, હાઇકોર્ટે તેની સુનાવણી શરૂ કરી અને હવે ચુકાદો સંભળાવવા જઈ રહી છે.

(3:19 PM IST)