News of Tuesday, 22nd July 2025
શાકભાજી વિક્રેતાને મળી રૂ. ૨૯ લાખની જીએસટીની નોટિસ
તાજી શાકભાજી જીએસટીના દાયરામાં આવતી નથીઃ જો શાકભાજી વેચનાર સીધા ખેડૂતો પાસેથી ખરીદીને કોઈ પણ પ્રકારની પ્રોસેસિંગ વિના વેચે છે તો એના પર જીએસટી લાગુ પડતો વેપાર તરીકે ગણાતો નથી

બેંગલુરુઃ ૨૨: કર્ણાટકના હાવેરીમાં આવેલા એક શાકભાજી વિક્રેતા દુકાનદાર માટે એ સમયે અજીબ સ્થિતિ ઊભી થઈ જ્યારે તેને રૂ. ૨૯ લાખની GST નોટિસ મોકલવામાં આવી છે આ નોટિસ મળ્યા પછી હવે આ શાકભાજી વેચનારને સમજાતું નથી કે શું કરવું?
હાવેરીના મ્યુનિસિપલ હાઈ સ્કૂલ ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં શંકરગૌડા છેલ્લાં ચાર વર્ષથી નાની શાકભાજીની દુકાન ચલાવી રહ્યા છે. તેના મોટા ભાગના ગ્રાહકો તેમને યુપીઆઇ અથવા અન્ય ડિજિટલ વોલેટ દ્વારા ચુકવણી કરે છે. પરંતુ શંકરગૌડા માટે મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ ગઈ જ્યારે GST અધિકારીઓએ તેમને ગયા ચાર વર્ષમાં કુલ રૂ. ૧.૬૩ કરોડની લેવડદેવડને આધારે રૂ. ૨૯ લાખની નોટિસ મોકલીને ચુકવણી માટે નિર્દેશ આપ્યો.
શંકરગૌડાનું કહેવું છે કે તેઓ સીધા ખેડૂતો પાસેથી તાજી શાકભાજી લાવે છે અને પોતાની નાની દુકાન પરથી વેચે છે. તેનું કહેવું છે કે મોટા ભાગે તેના ગ્રાહકો યુપીઆઇથી પેમેન્ટ કરે છે, તેઓ વધુમાં કહે છે કે તેઓ દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે અને તમામ રેકોર્ડ્સ નિયમ મુજબ જ રાખે છે. તેમ છતાં આટલી અશક્ય રકમની જીએસટી નોટિસ મળતાં તેઓ આヘર્યચકિત છે.
અહેવાલ અનુસાર તાજેતરમાં કર્ણાટકના જીએસટી વિભાગે જણાવ્યું હતું કે તેઓ યુપીઆઇ પેમેન્ટ લેવાવાળા વેપારીઓ પર ધ્યાન આપી રહ્યા છે. તેમ જ તેવું પણ જણાવવામાં આવ્યું કે જેમનો ટર્નઓવર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ છે, તેમને જીએસટીરજિસ્ટ્રેશન માટે નોટિસ મોકલવામાં આવશે.(૩૮.૬)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
