તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ચીન બાંધે છે મોટો ડેમઃ ભારત માટે વોટરબોમ્બ સાબિત થઈ શકે છે
ચીને આંતરરાષ્ટ્રીય જળવહેંચણી સંધિ પર સહી કરી નથી અને તેથી ભારત પાસે આ બાંધકામને અટકાવવા માટે ઘણા ઓછા વિકલ્પ ઉપલબ્ધ છે

નવી દિલ્હી, તા.૨૨: ચીને સાઉથપ્રઈસ્ટ તિબેટમાં યાર્લુંગ ત્સાંગપો નદી પર વિશ્વના સૌથી મોટા બંધનું નિર્માણ શરૂ કર્યું છે, જે ભારત માટે ભવિષ્યમાં વૉટરબૉમ્બ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટ ગયા ડિસેમ્બરમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને ચીનના વડા પ્રધાન લી કિયાંગે શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. આ બંધમાં પાંચ જળવિદ્યુત મથકો બનાવવામાં આવશે. અરુણાચલ પ્રદેશથી થોડા અંતરે આવેલા ચીનના નિંગચી શહેરમાં આયોજિત એક કાર્યક્રમ પછી બંધનું બાંધકામ શરૂ થયું હતું. આ બંધ તિબેટમાં વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં અને ચીનને કાર્બન તટસ્થતાનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ચીને આંતરરાષ્ટ્રીય જળવહેંચણી સંધિ પર સહી કરી નથી અને તેથી ભારત પાસે આ બાંધકામને અટકાવવા માટે ઘણા ઓછા વિકલ્પ ઉપલબ્ધ છે.
આ મુદ્દે અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુએ આ પ્રોજેક્ટ દ્વારા ઊભાં થયેલાં જોખમો વિશે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘એ આપણા આદિવાસીઓ અને આપણી આજીવિકા માટે અસ્તિત્વનો ખતરો ઊભો કરશે. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે ચીન એનો ઉપયોગ વૉટરબૉમ્બ તરીકે પણ કરી શકે છે. યાર્લુંગ ત્સાંગપો ફક્ત તિબેટિયન નદી નથી. એ ભારતમાં પ્રવેશ કરે છે ત્યારે અરુણાચલ પ્રદેશમાં સિયાંગ બની જાય છે અને આસામમાં આગળ નીકળે છે ત્યારે દિબાંગ અને લોહિત જેવી ઉપનદીઓ સાથે ભળી જાય છે અને છેવટે બ્રહ્મપુત્ર બની જાય છે. ચીન ડૅમ બાંધે અને પાણી છોડે નહીં તો આપણી નદીઓ સુકાઈ શકે છે. જો એ એકાએક પાણી છોડે તો આપણો સિયાંગ પટ્ટો નાશ પામી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
