News of Wednesday, 23rd July 2025
સ્ટોકમાર્કેટ ઇન્વેસ્ટમેન્ટના નામે ૬૨ વર્ષનાં બહેનના સાત કરોડ લઇ ગયા ગઠિયાઓ
૬૨ વર્ષનાં ગૃહિણીને હાઈ રિટર્ન મળશે એવું કહીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું

મુંબઈ,તા.૨૩: બાંદ્રા વિસ્તારની મુંબઈનાં ૬૨ વર્ષનાં ગળહિણીને હાઈ રિટર્ન મળશે એવું કહીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ આ મહિલા પાસેથી ૭.૮૮ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઠગોએ મહિનાથી છેતરવા માટેના પ્રયાસ આદરી નાખ્યા હતા. સૌ પ્રથમ તો આ મહિલાને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ મળ્યો હતો. ઠગે પોતે જે તે કંપનીના એક વરિષ્ઠ અધિકારીના સહાયક હોવાનો દાવો કર્યો હતો અને ત્યારબાદ શેરમાં ઇન્વેસ્ટ કરવાની ભલામણ કરી હતી. મહિલાએ રસ દાખવતાં ઠગોએ કંપનીના અધિકારીનો કોન્ટેક્ટ નંબર અને વેબસાઇટની લિંક શેર કરી હતી. ત્યારબાદ આ મહિલાને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી. ત્યાં ઠગોએ એને અન્ય ઠગ સાથે કોન્ટેક્ટ કરાવ્યો કે જેણે પોતાની ઓળખ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલ અધિકારી તરીકેની આપી હતી. અહેવાલો અનુસાર આ મહિલાના કહેવા પર કુલ ૭,૮૮,૮૭,૦૦૦ રૂપિયા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પણ જયારે આ મહિલાએ પોતાના પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ઉપરથી એમ કહેવામાં આવ્યું કે તમારે વધારાની ૧૦ ટકા રકમ જમા કરવી પડશે. એટલે આ મહિલાને શંકા ગઈ હતી. મહિલાએ પૂછપરછ કરી ત્યારે તે પોતે છેતરાઈ હોય એવું જણાવ્યું હતું. ઓનલાઈન સાયબર ફરિયાદ પોર્ટલ પર મહિલાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ અજાણ્યા ઠગો સામે કેસ નોંધ્યો છે અને આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
