<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી માટે તૈયારીઓ શરૂ: ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવશે

બે દિવસ પહેલા જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું: નવા ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે

નવી દિલ્હી : ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી અંગે અપડેટ આપ્યું છે. પંચે એક પ્રેસ નોટ જારી કરીને કહ્યું છે કે 'ચૂંટણી પંચે 2025 ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હકીકતમાં, જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું પણ ગઈકાલે સ્વીકારવામાં આવ્યું હતું. ધનખડે પોતાનું પદ છોડવા પાછળ સ્વાસ્થ્ય કારણો ગણાવ્યા હતા. હવે ચૂંટણી પંચ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ યોજશે.

   ચૂંટણી પંચે એક પ્રેસ નોટ જારી કરીને આ માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 'ચૂંટણી પંચે 2025 ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પછી, આ સંબંધિત અન્ય તૈયારીઓ પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને આ પદ માટેની ચૂંટણી ક્યારે યોજાશે તેની જાહેરાત કરવામાં આવશે.
   ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે 'ગૃહ મંત્રાલયે 22 જુલાઈ 2025 ના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના રાજીનામાની સૂચના જારી કરી હતી. આ પછી, હવે ચૂંટણી યોજાશે. આ અંગે ચૂંટણી પંચે કહ્યું કે 'ચૂંટણી પંચને કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો અધિકાર છે.'

(1:27 PM IST)