News of Wednesday, 23rd July 2025
ભારતે ચીન માટે ૫ વર્ષ પછી દરવાજા ખોલ્યા : ચીની નાગરિકો માટે વિઝા ફરી શરૂ
કોવિડ મહામારીને પગલે ૨૦૨૦માં તમામ પ્રવાસી વિઝા સ્થગિત કર્યા હતા રાજદ્વારી પ્રયાસો પછી ચીન સાથે ભારતના સંબંધો સુધર્યા

બીજીંગ, તા.૨૩: પડોશી દેશ ચીન સાથે ભારતના સંબંધો હવે ઝડપથી સુધરી રહ્યા છે, જે ૨૦૨૦ માં ગાલવાન ખીણમાં લશ્કરી અથડામણ પછી બગડ્યા હતા અને બંને દેશો વચ્ચે તણાવ હતો. હવે બંને દેશોના રાજદ્વારી પ્રયાસો પછી, સંબંધો પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. આ જ કારણ છે કે પાંચ વર્ષ પછી, ભારતે ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ૨૪ જુલાઈ, ગુરુવારથી એટલે કે એક દિવસ પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા આપવાનું શરૂ કરશે. આ પગલું દ્વિપક્ષીય સંબંધોમાં સાવધાનીપૂર્વક નરમાઈનો સંકેત આપે છે.
ચીનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર આ અપડેટ શેર કર્યું છે. આ સાથે, દૂતાવાસે વિઝા અરજી પ્રક્રિયા પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં, બંને દેશોએ સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા, વિઝા આપવાની પ્રક્રિયા ફરી શરૂ કરવા અને ભારતીય યાત્રાળુઓને કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની મંજૂરી આપવા માટે સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી હતી. આ પગલાંને ભારતપ્રચીન સંબંધોમાં નવી નરમાઈ અને હૂંફનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
કોવિડ-૧૯ મહામારીને પગલે ભારતે ૨૦૨૦ માં તમામ પ્રવાસી વિઝા સ્થગિત કર્યા હતા. એપ્રિલ ૨૦૨૨ માં, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ એક નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે ચીની નાગરિકો માટેના તમામ પ્રવાસી વિઝા હવે માન્ય રહેશે નહીં
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
